ગુજરાતમાં દ્વારકામાં આવેલા જગત મંદિરમાં કે જ્યાં દ્વારકાધિશ બિરાજે છે તે સિવાય કૃષ્ણનું એક અન્ય ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિર રણછોડરાય મંદિર તરીકે વિખ્યાત છે. પૌરાણિક કથાઓ અનુસાર જરાસંધ સાથે યુદ્ધ દરમિયાન મેદાન છોડીને ભાગેલા કૃષ્ણ આ સ્થાન પર પહોંચ્યા હતા. આ સ્થળે વિરાટ રણછોડજી મહારાજ મંદિર નિર્માણ પામ્યું છે.
ગોમતી તટે આવેલા આ મંદિરની દક્ષિણે પાંચ કૂવા છે. નિષ્પાપ કુંડમાં નાહીને પછી અહિં આવનારા આ પાંચેય કૂવાના પાણીથી કોગળા કરીને પછી રણછોડજી મંદિરમાં પ્રવેશ કરી શકે છે. રણછોડજીનું મંદિર દ્રારકામાં સૌથી મોટું અને સૌથી સુંદર માનવામાં આવે છે. પણ મેદાન છોડીને અહિં આવેલા કૃષ્ણને અહિં રણછોડજી કહેવામાં આવે છે. મંદિર પ્રવેશ કરતાંજ સામે ચાર ફૂટ ઉંચી કૃષ્ણની ભવ્ય પ્રતિમા છે. જે ચાંદીના સિહાસન પર બિરાજમાન છે.
સાંભળવામાં અજીબ લાગે કે ખુદ ભગવાન થઈને શત્રુનો મુકાબલો ન કરીને મેદાન છોડીને ભાગી ગયા. હકીકત એ છે કે મગધના શાસક જરાસંધે જ્યારે કૃષ્ણને યુદ્ધ માટે લલકાર્યા ત્યારે કૃષ્ણ સમજી ગયા કે જરાસંધનો મથુરામાં સામનો કરવો એમાં સમજદારી નથી. તેથી તેમણે પોતે જ નહિં જ પોતાના ભાઈ બલરામ અને સમસ્ત પ્રજાજન સહિત તે સ્થળને છોડી દેવાનો નિર્ણય કર્યો. એ પછી બધાંજ દ્વારકા તરફ વધવાં લાગ્યા.
મેદાનમાંથી ભાગતા કૃષ્ણને જોઈને જરાસંધે તેમને રણછોડ નામ આપ્યું. બહુંજ દૂર સુધી ચાલ્યા પછી કૃષ્ણ અને બળરામ આરામ કરવા માટે પ્રવર્શત પર્વત પર રોકાયા. આ એ જગ્યા હતી જ્યાં હમેંશા વરસાદ થતો રહેતો હતો. ત્યારે જરાસંઘે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે એ પર્વતને આગ લગાડી દેવામાં આવે. ત્યારે 44 ફૂટ ઉંચા સ્થાન પરથી કૂદીને ભગવાને દ્રારકામાં પ્રવેશ કરીને નવી નગરી વસાવી. પણ એ પહેલાં જે સ્થાન પર તેઓ રોકાયા તે રણછોડજી મહારાજના સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું. તે જ સ્થાને કાળકર્મે આ મંદિર બન્યું.