આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક લોકોની ઓળખાણ તેના નામથીજ થાય છે પછી તે કોઈ મનુષ્ય હોય પશુ પક્ષી હોય અથવા કોઈ જગ્યા હોય દરેકને એક અલગ નામ આપવામાં આવેલ છે અને દરેક ની ઓળખ પોતાના નામથી જ થાય છે એવીજ રીતે આપણા ધર્મમાં આપણા દરેક ભગવાનને પણ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અને તેમાં પણ અમુક દેવતાઓ એવા છે જેના ઘણા બધા ઉપનામ પણ છે. અને એમાંથી જ એક નામ છે ઠાકોરજી તો આજે અમે જણાવીશું ભગવાન શ્રી કૃષ્ણને ઠાકોરજી શા માટે કહેવામાં આવે છે..
ઠાકુર એક સમ્માન સૂચક શબ્દ છે, જે પરંપરામાં નામની આગળ અને પાછળ બંને જ રૂપોમાં ઉપયોગ કરવામાં આવે છે. શબ્દ કોશમાં આને ઠાકુર લખવામાં આવ્યું છે. જે દેવતાના પર્યાય છે. બ્રાહ્મણો માટે પણ આનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અનંત સંહિતામાં શ્રી દામનામાં ગોપાલ: શ્રીમાન સુંદર ઠાકુર: ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જે ભગવાન કૃષ્ણના સંદર્ભમાં છે. તેથી વિષ્ણુના અવતારની દેવ મૂર્તિને ઠાકુર કહે છે. ઉચ્ચ વર્ગના ક્ષત્રીય વગેરેની પ્રાકૃત ઉપાધી ઠાકુર પણ એનાથી નીકળી છે. કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિને ઠાકુર અથવા ઠક્કુર કહેવામાં આવે છે.
આ વિશેષતાઓ અને સંદર્ભો રહેતા ભગવાન કૃષ્ણ માટે ભક્ત ઠાકુરજી સંબોધનનો ઉપયોગ કરે છે. વિશેષકર શ્રી વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગી સંપ્રદાયનું અનુયાયી ભગવાન કૃષ્ણ માટે ઠાકોરજી સંબોધન આપે છે.
પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં શ્રીનાથજી ને વિશે વિગ્રહની સાથે કૃષ્ણ ભક્તિ કરવામાં આવે છે. નાથદ્વારા એનું મુખ્ય કેન્દ્ર છે. અહીયાના મૂળ મંદિરમાં કૃષ્ણની પૂજા ઠાકોરજીની પૂજા જ કહેવાય છે.અહિયાં સુધી કે એનું મંદિર પણ હવેલી કહેવામાં આવે છે. આ સંપ્રદાયને દેશભરમાં સ્થિત અન્ય મંદિરમાં પણ ભગવાનને ઠાકોરજી કહેવાની પરંપરા છે.