ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના અવતાર હતા કે માં કાળીના

ભગવાન શ્રી કૃષ્ણ કાળી ના અવતાર છે કે વિષ્ણુ ના ? આ સવાલ ઘણા બધા લોકોના મનમાં થતો હશે. કૃષ્ણ ઘણા બધા રહસ્યો માંથી એક રહસ્ય આ પણ છે. સામાન્ય રીતે ભગવાન શ્રી કૃષ્ણ, વિષ્ણુના ૮ માં અવતાર છે. પરંતુ દેવી અને કાલિકા પુરણ અનુસાર તેઓ વિષ્ણુના નહિ પરંતુ કાલિકા માતાના અવતાર છે. અને તેની પ્રેમિકા રાધા, દેવી લક્ષ્મીનું સ્વરૂપ નહિ પરંતુ મહાદેવના અવતાર હતા. દેવી પુરાણ અનુસાર ભગવાન મહાદેવ વૃશભાનુ પુત્રી રાધાના અવતારમાં જન્મ્યા હતા.

સાથેજ ભગવાન શ્રી કૃષ્ણની ૮ પટરાણીઓ રુકમણી, સત્યભામા વગેરે પણ ભગવાન શિવના જ અંશ હતી. પાર્વતીની જયા વિજયા નામની સખીઓ શ્રીમદ અને વસુદામ નામના ગોપના રૂપમાં અવતરિત થઇ. દેવી પુરણ અનુસાર ભગવાન વિષ્ણુએ બલરામ તેમજ અર્જુનના રૂપમાં અવતાર લીધો હતો. પાંડવો જયારે વનવાસ દરમિયાન કામાખ્યા શક્તિપીઠ પહોચ્યા તો ત્યાં તેમણે તપ કર્યું. તેનાથી પ્રસન્ન થઈને માતા પ્રગટ થયા. અને તેમણે પાંડવોને કહ્યું કે હું શ્રી કૃષ્ણના રૂપમાં તમારી સહાયતા કરીશ. અને કૌરવોનો વિનાશ કરીશ.   

શ્રી કૃષ્ણનું લીલાસ્થાન વૃન્દાવનમાં એક એવું મંદિર વિદ્યમાન છે, જ્યાં કૃષ્ણની કાળી રૂપમાં પૂજા થાય છે. તેને કાળી દેવી કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જયારે રાધાના લગ્ન અયંગ નામના ગોપ સાથે નક્કી થયા હતા ત્યારે વ્યાકુળ થઈને રાધા, ‘કૃષ્ણ કૃષ્ણ’ રટવા લાગી હતી. ત્યારે કૃષ્ણએ તેને કાળી ના રૂપમાં દર્શન આપ્યા હતા. અને તેનું દુખ દુર કર્યું હતું. એજ દિવસથી શ્રી કૃષ્ણની કાળી ના રૂપમાં પૂજા થાય છે. જો કે ઉપરોક્ત સવાલ આજે પણ છે જ પરંતુ સર્વમાન્ય સત્ય તો એ જ છે કે કૃષ્ણ વિષ્ણુના જ અવતાર હતા.  

Leave a reply:

Your email address will not be published.

Site Footer