આપણે દરેક લોકો જાણીએ છીએ કે સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું એક અમોઘ શસ્ત્ર છે. જેનો ઉલ્લેખ આપણા હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રો ની અંદર પણ કરવામાં આવ્યો છે .કહેવાય છે કે સુદર્શન ચક્ર દેવતાઓની રક્ષા કરે છે. અને સાથે સાથે રાક્ષસોનો સંહાર પણ કરે છે .સુદર્શન ચક્ર એક એવું અસ્ત્ર છે કે જેને છોડ્યા બાદ તે લક્ષ્યનો પીછો કરીને તેનો વધ કર્યા બાદ જ પાછું ફરે છે.
સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુની તર્જની આંગળી ઉપર સ્થિત કરવામાં આવેલું છે. અને પૌરાણિક ગ્રંથો અનુસાર આ સુદર્શન ચક્ર સર્વપ્રથમ ભગવાન વિષ્ણુને જ પ્રાપ્ત થયું હતું .પરંતુ શું કોઈને ખબર છે કે ભગવાન વિષ્ણુ પાસે આ સુદર્શન ચક્ર આવ્યું ક્યાંથી ,આપણા પૌરાણિક ગ્રંથો ની અંદર આ વાતને લઈને અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલીત છે .તો ચાલો જાણીએ ભગવાન વિષ્ણુ પાસે રહેલા આ સુદર્શન ચક્ર ની ઉત્પત્તિ કઈ જગ્યાએથી થઈ અને ભગવાન વિષ્ણુ પાસે આ સુદર્શન ચક્ર ક્યાંથી આવ્યું.
એવું માનવામાં આવે છે કે જ્યારે દૈત્યોનો અત્યાચાર ખૂબ વધી ગયો હતો ,ત્યારે બધા જ દેવતાઓ શ્રીહરિ વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુ સાથે મળીને તે બધા લોકો કૈલાસ પર્વત ઉપર જઈ ભગવાન શંકરની વિધિપૂર્વક આરાધના કરી. અને આ પૂજા ની અંદર ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરને ખૂબ શ્રદ્ધાથી કમળ ના ફૂલ અર્પણ કર્યા હતા, ત્યારે ભગવાન શંકર ભગવાન વિષ્ણુ ની પરીક્ષા કરવા માટે તેના દ્વારા લાવવામાં આવેલા આ કમળના ફૂલમાંથી એક કમળનું ફૂલ સંતાડી દીધું હતું.
ભગવાન વિષ્ણુ મહાદેવની આ માયાને સમજી ન શક્યા, અને ત્યારે ભગવાન વિષ્ણુએ આ એક કમળની ખોટને પૂરવા માટે પોતાની એક આંખ કાઢી અને ભગવાન શંકર ના ચરણોમાં અર્પણ કરી હતી. અને ભગવાન વિષ્ણુની આ ભક્તિ જોઈને ભગવાન શંકર તેના ઉપર ખૂબ પ્રસન્ન થયા અને આથી જ ભગવાન શંકર એ વિષ્ણુને આ મહાન સુદર્શન ચક્ર ભેટ આપ્યું હતું.
ભગવાન શંકરે કહ્યું કે હે વિષ્ણુ આ સુદર્શન નામનું સર્વશ્રેષ્ઠ અસ્ત્ર બાર ધારવાળું, ૬ નાભિ ઓ અને બે યુગોથી યુક્ત છે. તેની ગતિ દરેક અસ્ત્ર-શસ્ત્ર કરતા વધુ છે અને સાથે સાથે દરેક અસ્ત્રનો નાશ કરનાર છે. આ ઉપરાંત સજ્જનોની રક્ષા માટે તેના આરાઓ માં દેવતા, રાશિઓ, ઋતુઓ ,અગ્નિ ,સોમ મિત્ર, વરૂણ ,હનુમાન ,ધન્વન્તરી , ટોપ અને પ્રજાપતિ થી માંડીને બાર મહિનાઓ તેની અંદર પ્રતિષ્ઠિત છે.
અને આ બધા જ વ્યક્તિઓ એક સાથે મળીને નિર્ભય થઈને કોઈપણ શત્રુનો નાશ કરવા માટે સક્ષમ છે .અને આ સુદર્શન ચક્ર સૃષ્ટિનું સર્વશ્રેષ્ઠ અસ્ત્ર બનશે. અને આ સુદર્શન ચક્રને ધારણ કરીને ભગવાન વિષ્ણુએ અનેક પ્રકારના શત્રુઓનો સંહાર કર્યો હતો.