સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુના અનંત નામ છે, અનેક ભક્તો તેને અનેક નામોથી જપે છે. તેના સૌથી મોટા ભક્ત નારદ મુની તેને નારાયણ કહીને જપે છે. તે ઉપરાંત ભગવાન વિષ્ણુના ઘણા નામ છે. જેમકે – લક્ષ્મી નારાયણ, શેષનારાયણ, અનંત્નારાયણ, અને આ દરેક નામમાં નારાયણ જોડાયેલું છે. જાણો ભગવાન વિષ્ણુ ને નારાયણ શા માટે કહેવામાં આવે છે.
પૌરાણિક કથા અનુસાર જળ ભગવાન વિષ્ણુના પગ માંથી નીકળે છે. આ તથ્યની પુષ્ટિ ગંગાના નામથી થાય છે. એવું માનવામાં આવે છે કે ગંગા ભગવાન વિષ્ણુના પગમાંથી બહાર આવી છે. ગંગા નદીનું નામ ‘વિષ્ણુપદોદ્કી’ છે.
તે ઉપરાંત જળને ‘નીર’ અથવા ‘નર’ થી ઓળખાય છે. અને ભગવાન વિષ્ણુ પાણી માં રહે છે, તેથી તેનું નામ નારાયણ બન્યું. નારાયણનો મતલબ છે પાણીની અંદર રહેવા વાળા. ભગવાન વિષ્ણુ ને ‘હરી’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોનું માનીએ તો હરીનો મતલબ થાય છે હરનાર અથવા ચોરી કરનાર આ કારણ થી જ ભગવાન વિષ્ણુ ને હારી કહેવામાં આવે છે. ‘હરી હરતી પાપણી’ આનો અર્થ થાય છે ભગવાન જે જીવન માંથી પાપ અને સમસ્યાઓને સમાપ્ત કરી દે છે.