હિન્દુ ધર્મની અંદર ત્રણ મુખ્ય દેવતા માનવામાં આવે છે જેની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો સમાવેશ થાય છે. તેની અંદર વિષ્ણુ ભગવાન અને જગતના પાલનહાર કહેવામાં આવે છે. ભારત દેશની અંદર વિષ્ણુ ભગવાનના અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ખાસ પ્રાચીન મંદિરો વિષય કે જેની અંદર ભગવાન વિષ્ણુ સાક્ષાત્ વિરાજમાન છે.
૧. દ્વારકાધીશ મંદિર : આ મંદિર શ્રીકૃષ્ણને સમર્પિત છે. કહેવાય છે કે આ મંદિર અંદાજે ૨૦૦૦ વર્ષ પૂર્ણ જૂનું છે. આ મંદિરને ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે બનાવેલું છે. આ મંદિર ગુજરાતના દ્વારકા ની અંદર આવેલું છે. જ્યાં ભગવાન શ્રી વિષ્ણુનાં એક અવતાર સમાન ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. સાથે સાથે આ મંદિર હિન્દુ ના ચારધામમાંનું એક ધામ છે.
૨. રંગનાથ સ્વામી મંદિર : આ મંદિર શ્રીરંગમમાં આવેલું હિંદુઓનું ધાર્મિક મંદિર છે. આ મંદિર કાવેરી નદીના કિનારે આવેલું છે. આ મંદિરની અંદર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તથા ભગવાન શ્રી વિષ્ણુના રંગનાથ રૂપનુ પૂજન અર્ચન કરવામાં આવે છે. આ મંદિરને બ્લોકના વૈકુઠ એટલે કે ભગવાન વિષ્ણુનું ધામ કહેવામાં આવે છે કહેવાય છે કે ભગવાન શ્રીરામ લંકા થી પરત ફરી રહ્યા હતા ત્યારે તેણે આ મંદિરનું નિર્માણ કર્યું હતું.
૩. બદ્રીનાથ મંદિર: અલકનંદા નદીના કિનારે ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું બદ્રીનાથ મંદિર ભગવાન વિષ્ણુ પ્રાચીનતમ અને સૌથી પ્રખ્યાત મંદિર છે. આ મંદિર હિન્દુઓના ચારધામમાંનું એક ધામ છે. આ મંદિર ઋષિકેશથી અંદાજે 294 કિલોમીટર દુર ઉત્તર દિશામાં આવેલું છે. આ મંદિર પાંચ બંધરીમાનું એક મંદિર છે અને આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત 108 મંદિરોમાંનું એક છે.
૪. વેંકટેશ્વર મંદિર : તિરુપતિ ની અંદર આવેલું વેંકટેશ્વર મંદિર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. તિરુપતિ મંદિર એ ભારતનું સૌથી પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે જ્યાં દેશ-વિદેશથી લોકો પૂરી શ્રદ્ધાથી ભગવાનના દર્શન કરવા માટે આવે છે. આ મંદિર પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
૫. જગન્નાથ મંદિર : શ્રી જગન્નાથ મંદિરે હિંદુનું ભગવાન વિષ્ણુ મંદીર આવેલું છે. જ્યાં ભગવાન શ્રી વિષ્ણુના એક અવતાર સમાન ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે. આ મંદિર ભારતના ઓડીશા રાજ્યની અંદર આવેલું છે અને ત્યાં જગન્નાથનો અર્થ જગતનો સ્વામી થાય છે. આ મંદિર વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે આ મંદિર પણ હિન્દુ ધર્મના ચાર ધામોમાંનું એક ધામ છે.