ભગવાન વિષ્ણુ જ્યાં નિવાસ કરે છે એ ક્ષીરસાગર બનેલું છે આ જળથી, જાણો શિવપુરાણની આ કથા 

શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં સુવે છે, તેના માટે બ્રહ્મ પુરાણમાં એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં સુવે છે એ ક્ષીરસાગર ભગવાન શ્રી કૃષ્ણ ના દેશ માંથી પ્રગટ થયો હતો.

બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલાઓ થી સૃષ્ટિનો વિસ્તાર કરી રહ્યા હતા, સૃષ્ટિનો વિસ્તાર કરતી વખતે તેના શરીર માંથી શ્રમ જળ નીકળ્યું જેનાથી બ્રહ્માંડ ભરાઈ ગયું.

શાસ્ત્રો માં એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડ ના જળ માં જ રાધાજી દ્વારા એક પુત્રનો જન્મ થયો હતો. જેને મહા વિષ્ણુ કહેવામાં આવે છે, રાધીજીએ આ પુત્રને જળ માં જ એકલો છોડી દીધો હતો

જે પછી શ્રી કૃષ્ણની પ્રેરણાથી શાંત થઇ ગયો હતો અને મહા વિષ્ણુ બની ગયો હતો. અને એજ મહા વિષ્ણુને વિરાટ પુરુષ કહેવામાં આવે છે. ક્ષીરસાગર માટે શીવપુણની એક કથા છે

તે મુજબ જયારે ભગવાન શિવ ની આજ્ઞા થી ભગવાન વિષ્ણુ એ કઠીન તપસ્યા કરવાની ચાલુ કરી તો એ સમયે તેના શરીર માંથી શ્રમજળ નીકળ્યું જેના કારણે તે સ્થાન પૂરી રીતે ભરાઈ ગયું એ જળ માં ભગવાન વિષ્ણુ એ શયન કર્યું તેનાથી તેમનું એક નામ નારાયણ પડ્યું.

આ કારણથી કહેવાય છે કે ભગવાન વિષ્ણુ જે ક્ષીરસાગરમાં નિવાસ કરે છે એ જળ એમના શરીર માંથી નીકળેલું જ છે. ભગવાન વિષ્ણુ ના શરીર માંથી નીકળેલ શ્રમ જળ ને જ ક્ષીરસાગર કહેવામાં આવે છે, આ ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ ચાતુર્માસ ના ચાર મહિના વિશ્રામ કરે છે.

ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ નું નિવાસ સ્થાન છે. શાસ્ત્રો માં તેને લઈને અલગ અલગ કથાઓ છે. પરંતુ ક્ષીરસાગર માટે દરેક માં એક જ વાત કોમન જોવા મળશે કે તે ભગવાન વિષ્ણુના શ્રમ જળ થી બનેલ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer