સ્ત્રી ની રચના કરતા પહેલા ભગવાન પોતાના દેવદૂત ને પૂછે છે, કે સ્ત્રી માં ક્યાં ક્યાં ગુણ હોવા જોઈએ.અને પછી એ બંને એ મળીને એક એવી સારણી બનાવી જેમાં જેમાં સ્ત્રીના એવા ગુણ ભરવામાં આવ્યા જે મોટા માં મોટા દુખ સહન કરી શકે અને હંમેશા હસતી રહે અને પરિવાર ચલાવી શકે. સ્ત્રી માં આત્મવિશ્વાસ ના ગુણ ખુબ જ વધારે ભરવામાં આવ્યા. સ્ત્રી માં મમતા ના ગુણ તેમજ પોતાના બાલકો ને સાંભળી શકે અને પોતાના ભાઈ બહેનને સાચવી શકે એવા બધાજ ગુણ બનાવવામાં આવ્યા. સ્ત્રી માં પવિત્રતા ના ગુણ પણ ભરવામાં આવ્યા. જેથી તે પોતાના પતિ ને હંમેશા ખુશ રાખી શકે.
જયારે સ્ત્રી નું શરીર બનીને તૈયાર થયું તો દેવદૂત એ તેને અડી ને જોયું અને ભગવાનને કહ્યું કે હે ભગવાન આ તો ખુબજ કોમળ છે. તેથી પ્રભુએ હસતા હસતા જણાવ્યું કે હે દેવદૂત આ જેટલી કોમળ છે એનથી વધારે તેની અંદર અથાગ શક્તિઓ ભરેલી છે. પરંતુ જયારે એ પોતાના અસલી રૂપમાં આવી જશે તો એ ધરતી ને પણ ધ્રુજાવી શકે છે.
દેવદૂત નજીક જઈને સ્ત્રીના ગાલ ને હાથ અડાડ્યો અને બોલ્યા ભગવાન આતો ભીનું છે, તો ભગવાન એકહ્યું એ તેના આંસુ છે. અને એ પણ તેની એક તાકાત છે. આંસુ તેને ફરિયાદ કરવા, પ્યાર જતાવવા, અને પોતાની એકલતા દુર કરવા માટે કામ આવે છે. ત્યારે દેવદૂત કહે છે ભગવાન તમારી રચના અદભુદ છે તમે આને બિલકુલ સમજી વિચારીને બનાવી છે.
શ્રી કૃષ્ણ એ ભાગવત ગીતામાં જણાવ્યું છે કે જે સ્ત્રી નો તિરસ્કાર કરે છે તેને સેકડો વર્ષો સુધી નર્ક ની આગમાં બળવું પડે છે. કોઈ બેબસ અને લાચાર સ્ત્રી નું ભૂલથી પણ તિરસ્કાર ના કરવો જોઈએ. બીજાની મજબૂરી, બેબસ અને સહારા વિનાની બહેનો અથવા દીકરીઓ ની છેડતી કરતા પહેલા પોતાનું અસ્તિત્વ એક વાર જોઈ લેવું જોઈએ.