ચાલો જાણીએ ભગવાનને શા માટે આપવામાં આવે છે અગરબત્તીનો ધૂપ

આપને સૌ એ વાત તો જાણીએ જ છીએ કે દરેક ધાર્મિક કાર્યમાં અગરબત્તી પ્રગટાવવા માં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધાર્મિક સમારોહમાં અગરબત્તી શા માટે પ્રગટાવવામાં આવે છે. ચાલો જાણીએ તેનું કારણ, અગરબત્તી પ્રગટાવવી એ એક હિન્દુ પ્રથા છે જે ઘણા સમયથી ચાલી આવી છે. દરેક હિન્દુ પ્રથાની પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે. ચાલો જાણીએ અગરબત્તી પ્રગટાવવાના પાછળના અલગ અલગ કારણો.

૧. અગરબત્તી પ્રગટાવવાના પાછળ આધ્યાત્મિક કારણ છે. એવું માનવામાં છે કે અગરબત્તીથી જે ધુમાડો નિકળે છે એ આપણી પૂજાને સીધા ભગવાન પાસે લઈ જાય છે. તેમજ એ આપના વિચારને સુંદર અને પવિત્ર રાખે છે. અગરબતી પૂરી થતા વાતાવરણમાં સરસ સુગંધ ફેલાઈ છે અને રાખ પાછળ છૂટી જાય છે. આ એક હિન્દુ પ્રથા છે જે મનુષ્યના સ્વભાવને દર્શાવે છે. એ માણસને બીજીના માટે બલિદાન આપવાનું શીખડાવે છે. આ એમની આકાંક્ષાને મૂકીને બીજાના જીવનમાં અજવાળું કરતા શીખડાવે છે. તેથી દરેક ધાર્મિક સમારોહમાં અગરબતીએ પ્રગટાવવામાં આવે છે. 

૨. અગરબતી કોઈ રોગના ઉપચારમાં પણ ઉપયોગી થાય છે. જ્યારે તમે અગરબતી પ્રગટાવો છો તો એમની સુગંધથી મગજ પર હીલિંગ અને આરામદાયક અસર થાય છે. તમે માનસિક રીતે રોલેક્સ થઈ જાવ છો અને જ્યારે તમે કોઈ ધાર્મિક સમારોહમાં બેસો છો તો તમે તમારી દરેક સમસ્યાને ભૂલી જાવ છો. તેમજ ભગવાનની પૂજામાં મન લાગી જાય છે. જ્યારે તમે પૂરા મનથી પૂજા કરતા હોય તો આ સમાધિનું કામ કરે છે અને આથી તણાવ દૂર થાય છે. 

હિન્દુ પ્રથામાં જ્યારે તમે અગરબત્તી પ્રગટાવો છો તો એ તમારી આસપાસની ગંદી ગંધને દુર કરે છે. ધાર્મિક સમારોહ માટે યોગ્ય વાતાવરણ બનાવે છે. અગરબત્તીની સુગંધ માત્રથી તમે એ સમઝી શકો કે કોઈ ધાર્મિક અનુષ્ઠાન ચાલી રહ્યું છે. અગરબત્તી માત્ર ધાર્મિક પ્રથાના જ ભાગ નથી, એ ઘણા સમયથી ચીન, ઈજિપ્ત, તિબ્બતને પ્રથાઓમાં ચાલી આવી રહ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer