મહાભારતનું યુદ્ધ માનવતાની રક્ષા માટે થયું હતું. મહાભારત માં તમામ એવી ઘટનાઓ નું વર્ણન છે જે આપણને આશ્ચર્ય ચકિત કરી દે છે. એવી જ એક ઘટના આજે અમે જણાવીશું.
મહાભારત ના યુદ્ધ માં અર્જુને ભીષ્મ પિતામહ ના આખા શરીર પર બાણ થી છલની કરી દીધી હતી. તેઓ બાણો ની શૈયા પર અસહનીય પીડા ને ભોગવી રહ્યા હતા. સૂર્યના ઉત્તરાયણ નક્ષત્ર માં જવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા,
જેથી તેઓ પોતાના શરીર નો ત્યાગકરી મોક્ષ પ્રાપ્ત કરી શકે. મહાભારતના યુદ્ધ સમાપ્ત થયા પછી ભગવાન કૃષ્ણ અને પાંડવો સહીત દરેક બચેલા યોધ્ધાઓ દરરોજ તેમની પાસે જઈ પ્રવચન સાંભળતા.
એકવાર પાંડવો ની સાથે દ્રોપદી પણ ત્યાં પહોચી અને તેમણે જોઈ ને જોર જોર થી હસવા લાગી. ભીષ્મ દરેક ના આદરણીય હતા તેથી પાંડવો અને બાકી વધેલા યોધ્ધાઓ ને આ બિલકુલ પણ પસંદ ના આવ્યું પાંડવો એ દ્રોપદી પાસે તેના આ વ્યવહાર નું કારણ જાણવા માંગ્યું.
દ્રૌપદીએ ક્રોધ માં દરેકને જણાવ્યું કે આ પિતામહ જે અહી ઉપસ્થિત દરેક લોકો ને પ્રવચન આપી રહ્યા છે, ત્યારે તેમનો આ આદર્શ ક્યાં જતો રહ્યો હતો જયારે મારી ભરી સભામાં ચીર હરણ થઇ રહ્યું હતું. એ સમયે આ મૌન થઈને તમાશો જોઈં રહ્યા હતા.
તેથી ભીષ્મ એ દુખી થઇ ને કહ્યું કે દ્રોપદી ની ક્ષમા માંગી અને કહ્યું કે મે કૌરવો નું અન્ન ગ્રહણ કર્યું છે તેથી એ સમયે મારી મતી ભ્રષ્ટ થઇ ગઈ હતી. હું એ સમયે ઉચિત અને અનુચિત માં તફાવત ના કરી શક્યો.