ભીષ્મ પિતામહ નું અસલી નામ દેવવ્રત હતું. તે હસ્તિનાપુરના રાજા શાંતનું ની પટરાણી ગંગાના ખોળા માંથી ઉત્પન્ન થયા હતા. એક સમયની વાત છે રાજા શાંતનું શિકાર રમતા રમતા ગંગા કિનારાની પાસે જતા રહ્યા. ત્યાંથી પાછા વળતા સમયે એની ભેંટ હરિદાસ કેવટની પુત્રી મત્સ્યગંધાથી થઇ. મત્સ્યગંધા ખુબ જ રૂપવાન હતી. એને જોઇને શાંતનું એના લાવણ્ય પર મોહિત થઇ ગયા.
રાજા શાંતનું હરિદાસની પાસે જઈને એનો હાથ માંગે છે, પરંતુ તે રાજાના પ્રસ્તાવને ઠુકરાવી દે છે એને કહે છે કે મહારાજ! તમારા જ્યેષ્ઠ પુત્ર દેવવ્રત છે. જે તમારા રાજ્યના ઉત્તરાધિકારી છે જો તમને મારી કન્યાના પુત્રને રાજ્યના ઉત્તરાધિકારી બનાવવાની ઘોષણા કરો તો હું મત્સ્યગંધા નો હાથ તમારા હાથમાં આપવા માટે તૈયાર છું. પરંતુ રાજા શાંતનું આ વાતને માનવા નો ઇનકાર કરી દે છે.
એમ જ અમુક સમય વીતી જાય છે પરંતુ તે મત્સ્યગંધાને ભૂલી ન શક્યા અને દિવસ-રાત એની યાદમાં વ્યતીત રહેવા લાગ્યા. આ બધું જોઇને એક દિવસ દેવવ્રત એ એમના પિતાને એની વ્યાકુળતા નું કારણ પૂછ્યું. બધી વાત જાણ્યા પછી દેવવ્રત સ્વયં કેવટ હરિદાસની પાસે ગયા અને એની જીજ્ઞાસાનેશાંત કરવા માટે ગંગાજળ હાથમાં લઈને શપથ લીધી કે ‘હું આજીવન અવિવાહિત જ રહીશ’.
દેવવ્રતની આ કઠીન પ્રતિજ્ઞાના કારણે એનું નામ ભીષ્મ પિતામહ પડ્યું. ત્યારે રાજા શાંતનું એ પ્રસન્ન થઈને એમના પુત્ર ને ઈચ્છિત મૃત્યુનું વરદાન દીધું. મહાભારતના યુદ્ધની સમાપ્તિ પર જયારે સૂર્યદેવ દક્ષિણાયનથી ઉતરાયણ થયા ત્યારે ભીષ્મ પિતામહએ એમનું શરીર ત્યાગ કરી દીધું.