હદયરોગનું મુખ્ય કારણ છે ધમનીઓ કઠણ થઈ જવી અને ધમનીઓમાંથી લોહી વહેવામાં અવરોધ ઉભો થવો. જ્યારે તમને આવી કોઈ તકલીફ થતી હોય ત્યારે તમારા હદય માં લોઈ ઓછું પહોચે છે. આવું થવાના કારણે એન્જાયના પેકટોરીસ અને ત્યારબાદ હાર્ટ એટેક આવે છેે. જો કોઈ વ્યક્તિના હદય સુધી લોઈ ના પહોંચતું હોય તો તે વ્યક્તિ ને ઘબરમણ થવા લાગે છે અને છાતીમાં ખુબજ વધારે દુખાવો થવા મંડે છે.
ભારતમાં દર 33 સેકન્ડે 1 વ્યક્તિનું હૃદયરોગને કારણે મૃત્યુ થાય છે. પશ્ચિમના દેશો કરતા ભારતીયોને હૃદયરોગનું જોખમ લગભગ 10 વર્ષ વહેલું આવી જાય છે. આથી હૃદયરોગથી ભારતીયોએ ખાસ ચેતીને ચાલવું જોઈએ. હૃદય રોગની બિમારીને કારણે અચાનક હૃદયનું મૃત્યુ એક્યુટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનનું પરીણામ હોઇ શકે અથવા ના પણ હોઇ શકે.
હૃદયરોગનો હુમલો કાર્ડિયેક એરેસ્ટ કરતા અલગ છે પરંતુ તે કાર્ડિયાક એરેસ્ટનું કારણ હોઇ શકે છે જે હૃદયના ધબકારા અને અસામાન્ય હૃદયના ધબકારા કાર્ડિયાક એરિથમિયાને અટકાવે છે. યુનિવર્સિટી હોસ્પિટલ બર્મિધમ દ્વારા કહેવામા આવ્યું છે કે દર વર્ષે હાર્ટ એટેકના 50% દર્દીને છાતીમાં દુખાવો થતો નથી.
જો કે તે લોકો આળસ, થાક અથવા નબળાઇ જેવી સમસ્યાઓથી પીડાતા હોય છે. આ વસ્તુ ને તે લોકો સામાન્ય વાઇરલ ગણી અને બોવ ધ્યાન આપતા નથી. પરંતુ તે એક હદયરોગ ની નિશાની હોય છે તેથી તેને નજરઅંદાજ કરવું જોઈએ નહીં.
તાજેતરમાં જ એપિડેમિયોલોજીની જર્નલમાં પબ્લિશ થયેલા અભ્યાસ મુજબ સ્ત્રીઓ તણાવમાં હોય ત્યારે તેમના શરીરમાંથી એસ્ટ્રોજન ઓછું થઈ જાય છે જેને કારણે તેમને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. હદય રોગ ના ઘણા એવા ચિન્હો છે જે આપણે બોવ ધ્યાન માં લેતા નથી પરંતુ એવું ક્યારેય કરવું જોઇએ નહીં.
જો વ્યક્તિને ગળા અને પેટની વચ્ચેના ભાગમાં દુખતું હોય અને ખભામાં થોડો થોડો દુખાવો થયા કરે તો ડોક્ટરને બતાવવું જોઈએ. મોટાભાગના યુવાનો છાતીના ભાગમાં થતી આ ડિસકમ્ફર્ટને પેટની તકલીફ માનીને જેલ્યુસિલ કે ઇનો લઈને ટાળી દે છે જે ના કરવું જોઈએ.
નોકરીમાં ઓવરટાઈમ કરવાને કારણે અને વધુ પડતો સ્ટ્રેસ લેવાને કારણે પણ હૃદયરોગનું જોખમ વધે છે. જો તેઓ કામનો સ્ટ્રેસ ઓછો કરવાનો રસ્તો ન શોધે તો તેમને હૃદયરોગનું જોખમ વધી જાય છે. તેથી તે લોકો એ સ્ટ્રેસ દૂર કરવાનો રસ્તો ગોતવો જોઈએ.