શિવ અને પાર્વતીના મિલનનો પવિત્ર દિવસ એટલે કે મહાશિવરાત્રી. શિવરાત્રીના અવસરે જૂનાગઢમા તો દિવાળી જેવો માહોલ જોવા મળે છે. હર હર મહાદેવના નાદ સાથે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. વળી સેવાભાવી ભક્તો દ્વારા દર્શન કરવા આવતા ભક્તો માટે ભંડારો પણ ચલાવે છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિનું અનેરું મહત્વ છે.
જૂનાગઢનાં ભવનાથમાં તળેટીમાં ચાલી રહેલા મહાશિવરાત્રી મેળાના ત્રીજા દિવસે આજે અંદાજે છ લાખ જેટલા લોકો દર્શન માટે આવ્યા હતા. અને મેળાની મજા માણી હતી. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભવનાથ મહાદેવના દર્શન કરી ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં હાજરી આપશે. શિવરાત્રીના ભારે ભીડ થાય એવી સમભાવના છે.
તેઓએ સૌ પ્રથમ ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા અને પૂજા કરી હતી. શિવજીને જળ અને પુષ્પો અર્પણ કરીને પ્રાર્થના કરી હતી. આ સમયે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ હાજર હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વાર મહાશિવરાત્રી પર જૂનાગઢ આવ્યા છે.
આવતી કાલે મહાશિવરાત્રીનો પર્વ હોવાથી તેઓએ ભવનાથના દર્શન માટે આવ્યા છે. ત્યારબાદ બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુની સમાધિસ્થળ પર ભારતીબાપુની મૂર્તિનું અનાવરણ પણ કરશે.