જયારે કોઈ વ્યક્તિ એમના મનમાં ઈચ્છાઓ દબાવી તેમજ કોઈ ઈચ્છાને અધુરી છોડીને મૃત્યુ થઇ જાય છે તો મૃત્યુ પછી વ્યક્તિની આત્મા ભૂત બની જાય છે. અતીતમાં અટકેલી આત્મા ભૂત બની જાય છે.
જીવન અતીત નથી થતું અને ભવિષ્ય પણ નથી થતું જીવન તો માત્ર વર્તમાન થાય છે. ભૂત-પ્રેતોની વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભૂત પ્રેત નકારાત્મક શક્તિ હોય છે. એવું માનવામાં છે કે જે જગ્યા પર નકારાત્મક શકી વધારે હોય છે
એ જગ્યા પર ભૂત પ્રેત નિવાસ કરે છે. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જયારે કોઈ વ્યક્તિ શરીર ત્યાગ કરે છે તો તે ભૂત બને છે. શાસ્ત્રોમાં ૮૪ લાખ યોનીઓ માનવામાં આવી છે. માણસ બનવા માટે ઘણી યોનીઓથી ગુજરે છે.
પશુયોની, પક્ષીયોની, મનુષ્ય યોની આની સાથે જ મર્યા પછી અદ્રશ્ય ભૂત-પ્રેત યોનીમાં જતા રહે છે. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે પ્રેતયોની માં જવા વાળા લોકો અદ્રશ્ય અને બળવાન થઇ જાય છે. પરંતુ મૃત્યુ પછી બધા યોનીમાં નથી જતા.
ઘણા લોકો ભૂત અથવા પ્રેત યોનીમાં ન જઈને પુનઃ ગર્ભધારણ કરી માનવ બની જાય છે.` હિંદુ ધર્મના લોકો તેમના પૂર્વજો વતી બલિદાન આપે છે. જેનાથી આપણે આ સિદ્ધ કરી શકીએ છીએ કે પૂર્વજોનું અસ્તિત્વ આત્મા અથવા ભૂત-પ્રેત ના રૂપમાં હોય છે.
એની સાથે જ ગરુડ પુરાણ માં ભૂત-પ્રેતો ના વિષયમાં જણાવવામાં આવ્યું છે. શ્રીમદ્ભાગવત પુરાણમાં પણ ધુંધકારના પ્રેત બની જવાનું વર્ણન આવે છે. અતુપ્ત આત્માઓ ભૂત બને છે
જે વ્યક્તિ ભૂખ્યો, તરસ્યો, સંભોગસુખથી વિરક્ત, રાગ, ક્રોધ, દ્વેષ, લોભ, વાસના વગેરે ઈચ્છાઓ અને ભાવનાઓને મનમાં લઈને મરે છે તો તે ભૂત બનીને ભટકે છે. અને જો વ્યક્તિ દુર્ઘટના, હત્યા, આત્મહત્યા વગેરેથી મરે છે તો તે પણ ભૂત બનીને ભટકે છે.