જાણો બાઈબલમાં જણાવેલ કેટલાક જીવન ઉપયોગી ઉપદેશો

આપણા દેશમાં ઘણા બધા ધર્મના લોકો છે અને દરેક ધર્મના ધર્મ ગુરુઓ તેમના અનુયાયીઓને સારી શિક્ષા અને સાચું જ્ઞાન આપે છે. દુનિયામાં બધા ધર્મ સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, ભાઈચારો, સહનશીલતા, સદાચાર નો પાઠ ભણાવે છે. એવા માં બધા ધર્મ એક જ શિક્ષા આપે છે, ઈસાઈ ધર્મ અનુસાર ઈસા મસીહ દ્વારા અપાય ગયેલા ઉપદેશ આ મુજબ છે. જે ઉપદેશોનું પાલન કરવાથી આપણે આપણું અને સમાજનું ભલું કરી શકીએ છીએ. બાઈબલના એવા ઉપદેશો છે જીવનમાં ઉતારીને કોઈ પણ વ્યક્તિ એક સાચો માણસ બની શકે છે. તો ચાલો જાણીએ એ ઉપદેશો વિશે.

-બાઈબલમાં કહેવામાં આવ્યું છે કે આવતા સમયની ચિંતા ન કરો, કાલનો દિવસ એમની ચિંતા ખુદ કરી લેશે. એના કારણે આજ ના દિવસને બરબાદ ન કરો. ક્યારેય ભવિષ્ય કાળ કે ભૂતકાળમાં ના જીવવું જોઈએ પરંતુ વર્તમાનમાં જે છે એમાં જીવવું જોઈએ અને એમજ સંતોષ માનવો જોઈએ આવું કરવાથી આપનું જીવન સફળ થઇ જાય છે.

-બીજાના અપરાધને માફ કરશો તો પ્રભુ તમારા અપરાધને માફ કરશે. બીજાને માફ નહિ કરવા પર પ્રભુ ના દરબાર માં માફી નહિ મળે. તેથી બીજાની ભૂલને ક્યારેય પકડીને ના બેસી રહેવું જોઈએ. તરત જ માફી આપી દેવી જોઈએ.

-આ જીવન માટે ક્યારેય ધન-દોલત જમા ન કરો, જે ચોરી થઇ શકે છે, સ્વર્ગમાં ધન જમા કરો, જ્યાં ચોરનો કોઈ ભય નથી.

-માણસ એક સાથે બે સ્વામીઓની સેવા નથી કરી શકતો. તેથી પ્રભુ અને ધન બંનેની સેવા એક સાથે થઇ નથી શક્તિ.

-જે પ્રમાણે આપણે બીજાના પર દોષ લગાવીએ છીએ એ પ્રમાણે આપણા પર પણ કોઈ દોષ લગાવી શકે છે. જે પ્રમાણે આપણે બીજાને માપીએ છીએ એ પ્રમાણે કોઈ આપણને માપી શકે છે.

-આપણે સૌ જાણીએ જ છીએ કે જેવું બીજ વાવીએ એવું ફળ મળે છે. એ પ્રમાણે ખરાબ ઝાડ વાવવા પર ખરાબ ફળ મળે છે. સારા કામનું ફળ સારું હોય છે અને ખરાબ કામનું ફળ ખરાબ હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer