દરેક વર્ષે શ્રાવણના મહિનાને બધા શિવ ભક્ત એક તહેવારની જેમ ઉજવે છે અને અનેક રીતે દેવાધિદેવ મહાદેવનુ પૂજન અર્ચન કરી તેમની કૃપાથી મનવાંછિત ફળ પ્રાપ્ત પણ કરે છે. આમ તો શ્રાવણ ઉપરાંત પન શિવને બેલપત્ર અર્પિત કરવામાં આવે છે. પણ શ્રાવણ મહિનાની વાત જ કંઈક બીજી છે. જો શ્રાવણમાં આ વિધિથી શિવજીને બેલપત્ર અર્પિત કરવામાં આવે તો સિવજી પ્રસન્ન થઈને મહાદેવ ભ્કત જે વસ્તુની કામના કરે તે ઈચ્છા પૂરી કરી નાખે છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવના પૂજનમાં બિલિપત્ર શિવજીને અર્પિત કરવાની સૌથી પ્રિય વસ્તુ છે. શિવલિંગ પર બેલપત્ર અર્પિત કરવાથી શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે મહાદેવ. માન્યતા છે કે શિવની ઉપાસના બિલિપત્ર વગર પુરી થતી નથી. જો તમે પણ દેવોના દેવ મહાદેવની વિશેષ કૃપા મેળવવા માંગો છ્હો તો શ્રાવણ મહિનામાં આ રીતે બિલીપત્ર અર્પિત કરો
બેલના
વૃક્ષના પાનને બિલિપત્ર કહે છે.
બિલિપત્રમાં
ત્રણ પત્તીયો એક સાથે જોડાયેલી હોય છે.
પણ તેને
એક જ પાન માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજા બિલિપત્ર વગર પૂરી નથી મનાતી. બિલિપત્ર શિવલિંગ પર અર્પિત કરતી વખતે આ વાતોનુ ધ્યાન રાખો
1. એક બિલિપત્રમાં ત્રણ પાન હોવા જોઈએ
2. બિલિપત્રના પાન કપાયેલા કે તૂટેલા કે કાણાવાળ ન હોવા જોઈએ.
3. ભગવાન શિવને બિલિપત્ર લીસી બાજુથી અર્પિત ન કરશો
4. એક જ બિલિપત્રને પાણીથી ધોઈને વારંવાર ચઢાવી શકાય છે.
5. એક સાથે ઢગલો બિલિપત્ર શિવલિંગ પર ન ચઢાવશો
6. હંમેશા એક એક કરીને ૐ નમ શિવાય મંત્રનુ ઉચ્ચારણ કરતા બિલિપત્ર અર્પિત કરો
7. બિલિપત્ર હંમેશા 1,5,7,11, 21, 51 કે 108ની સંખ્યામાં જ શિવલિંગ પર અર્પિત કરો.
બિલિપત્રના અન્ય લાભ :
1. બિલિપત્ર શિવની પૂજા ઉપરાંત તેનાથી અનેક રોગ પણ ઠીક થાય છે
2. બિલિપત્ર તમામ ઔષધિઓમાં પણ કામ આવે છે. તેને ખાવાથી આરોગ્ય સાથે જોડાયેલ તમામ સમસ્યાઓ ઝડપથી દોરો થાય છે
3.બિલિપત્રનો રસ આંખમાં નાખવાથી આંખોની જ્યોતિ વધે છે
4. બિલિપત્રનો કાઢો મધમા મિક્સ કરીને પીવાથી ખાંસીથી રાહત મળે છે
5. સવારે 11 બિલિપત્રનો રસ પીવાથી જૂનામાં જૂનો માથાનો દુખાવો પણ દૂર થઈ જાય છે