આ તીર્થ સ્થાન પર માત્રુ શ્રાદ્ધ કરવાથી આત્માને મળે છે મોક્ષ

માતૃશ્રાદ્ધ વિધિ એટલે અર્પણ, તર્પણ અને સમર્પણ. સિધ્ધપુરમાં આવેલું પૌરાણિક બિંન્દુસરોવર સમગ્ર ભારતભરમાંથી લોકો અહીં માતૃશ્રાધ્ધ માટે આવે છે. તેમાંય કાર્તિક, ચૈત્ર અને ભાદ્રમાસમાં બિંન્દુસરોવરમાં માતૃશ્રાધ્ધ કરવાથી પિતૃના આત્માને મોક્ષ મળે છે. જેનો મહિમા પુરાણોમાં વર્ણવેલો છે. તે મુજબ માતૃગયા તીર્થમાં શ્રાધ્ધ કરવાથી વંશવૃધ્ધિ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે. સિધ્ધપુર પ્રાચીન માતૃગયા તીર્થધામ બિંન્દુસરોવરનો જીણોધ્ધાર પૂર્વ આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસના પ્રયત્ન થકી કરોડો રૃપિયાના ખર્ચે યાત્રાધામ પ્રવાસની એક નવી  ઓળખ ઉભી કરી છે.

આજે સરસ મજાનો બગીચો અને ઇતિહાસની જાંખી કરાવતા મ્યુઝીયમ થકી નવું રૃપ અપાયું છે જેથી યાત્રીઓનો પ્રવાહ વધ્યો છે કાંત્યાયન મુનિએ લખ્યું છે કે માતૃગયા તીરથ બિંન્દુ સરોવરમાં  માતાનું શ્રાધ્ધ કરવાથી માતાનો મોક્ષ થાય છે. એક માન્યતા મુજબ હજારો વર્ષ પહેલાં જગતોત્પતિ કરનાર મહર્ષિ કર્દમ અને માતા દેવહુતિએ નવ નવ પુત્રીઓ બાદ પુત્રની ઝંખના માટે સરસ્વતી નદી તટે કઠોર તપશ્રર્યા કરી હતી જેને લીધે આ ક્ષેત્રનો ‘સિધ્ધક્ષેત્ર’ તરીકે પણ પુરાણોમાં ઉલ્લેખ છે

કર્દમઋષિ અને દેવહુતિની કઠોર તપશ્ચર્યા જોઈને ભગવાન નારાયણે પ્રસન્ન થઈ વરદાનમાં માતા દેવહુતિના કુખે જન્મ લીધો જે ભગવાન નારાયણનો પાંચમો અવતાર’ કપિલાવતાર’ કહેવાયો કપિલ ભગવાને નાની ઉંમરમાં માતા દેવહુતિને સાંખ્યશાસ્ત્રનો  ઉપદેશ આપી માતાનો ઉધ્ધાર કર્યો. ભગવાન કપિલના ઉપદેશથી કૃતાર્થ થયેલી માતા દેવહુતિની આંખોમાં હર્ષના અશ્રુ ઉભરાયાં. જે નીચે ટપકતાં ત્યાં સરોવર બન્યું. જે હર્ષબિંન્દુ સરોવર કહેવાયું.

જેને હાલમાં બિંન્દુસરોવર તરીકે ઓળખાય છે. માતા દેવહુતિની સાથે ભગવાન કપિલે ‘ અલ્યા’ નામની દાસીનો પણ ઉધ્ધાર કર્યો. જેથી બિંન્દુસરોવરની બાજુમાં અલ્યાસરોવર બન્યું. જે જગ્યાએ ભગવાન કપિલે માતાને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપેલો તે સ્થળ ‘જ્ઞાાન વાટિકા’ તરીકે પ્રસિધ્ધ થયું ત્યારબાદ આ સ્થળે ભગવાન પરશુરામે માતૃહત્યાના ઋણમાંથી મુક્ત થવા પિંડદાન કરેલું ત્યારથી આ સ્થળ માતૃશ્રાધ્ધ માટે જગતભરમાં પ્રખ્યાત થયું.ભારત વર્ષના ચાર મુખ્ય સરોવરો પૈકીના બિંન્દુસરોવર (સિધ્ધપુર) એ હિન્દુ ધર્મના પવિત્રતીર્થો માંનું એક છે. શ્રાધ્ધ એ વૈદોક્ત વિધિ છે. સામાન્ય રીતે પિંડદાન કરવાથી અતૃપ્ત આત્મા તૃપ્ત થાય છે અને મોક્ષ પામે છે.

શ્રાધ્ધની વિધિ વખતે પિતૃ તેના સ્વજનોના શરીરમાં ઉપસ્થિત થઈ સ્વજનોને આશિર્વચન પાઠવતા હોવાના કિસ્સા પણ ઘણીવાર જોવા મળે છે. શાસ્ત્રોના જણાવ્યાનુર શ્રાધ્ધની વિધિ દરમ્યાન મુંડન એક સંસ્કાર છે. જે કરાવવું આવશ્યક છે. સિધ્ધપુર બિંન્દુસરોવર ખાતે અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક તેમજ ફિલ્મી હસ્તીઓએ માતૃ શ્રાધ્ધવિધિ કરાવેલ છે.અહીં શ્રાધ્ધવિધિ કરાવતા બ્રામણો પાસે બાપદાદાઓના કુળનો સમગ્ર ઇતિહાસ આપતી પોથીઓ હોય છે. જેમાં શ્રાધ્ધવિધિ માટે આવનાર યજમાનની કુળના ગોર મહારાજ દ્રારા શ્રાધ્ધવિધિ કરવામાં આવે છે. ટૂંકમાં માતૃશ્રાધ્ધ વિધિ એટલે અર્પણ તર્પણ અને સમર્પણ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer