ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને લઈ જતું આર્મી હેલિકોપ્ટર બુધવારે બપોરે તમિલનાડુના કુન્નરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા અને અન્ય લોકોનું મોત થયું હતું. આર્મીના આ હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા.
અત્યાર સુધીમાં 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અકસ્માત બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને અકસ્માતની જાણકારી આપવામાં આવી હતી. તે જ સમયે, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે સંસદમાં અકસ્માતને લઈને નિવેદન આપશે.
ઉત્તરાખંડના પૂર્વ સીએમ તીરથ સિંહ રાવત દિલ્હીમાં CDS જનરલ બિપિન રાવતના ઘરે પહોંચ્યા છે. બિપિન રાવત ઉત્તરાખંડના પૌડી ગઢવાલ સાથે સંબંધિત છે. તેમનો પરિવાર પેઢીઓથી દેશની સેનામાં સેવા આપી રહ્યો છે. તેમના પિતા લક્ષ્મણ સિંહ રાવત પણ લેફ્ટનન્ટ જનરલ રહી ચુક્યા છે.
બુધવારે તમિલનાડુના કુન્નુરમાં ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
તમિલનાડુમાં કુન્નુર ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દુર્ઘટનાના સંદર્ભમાં વડાપ્રધાનના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર સુરક્ષા અંગે કેન્દ્રીય કેબિનેટની સમિતિ (CCS)ની બેઠક બોલાવવામાં આવી છે. આજે સાંજે 6.30 વાગ્યે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહેશે.