ભાજપ એક કોર્પોરેટરે આપના કાર્યકરની નશાની હાલતમાં હોય એવી પોસ્ટ મૂકી હતી. છેવટે આ કાર્યકર ભાજપનો જ નીકળ્યો જેથી ભાજપ ની ચાલ તેમની ઉપર જ ભારી પડી હતી. ભાજપના એક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા એક ફોટો સોશિયલ મીડિયા મુકાયેલો હતો જેમાં આપના ગોપીપુરા કાર્યાલયમાં યુવક નશામાં સૂતો હોવાનો ફોટો વાઇરલ કર્યો હતો.
તપાસમાં કાર્યાલયમાં નશાની હાલતમાં સૂતેલો હિમાંશુ અરવિંદ મહેતા ભાજપનો જ નીકળ્યો હતો અને ફોટો પાડનાર વ્યક્તિ પણ ભાજપના કાર્યકર જયરાજ રામચંદ્ર સાહુકાર હોવાનું ખૂલ્યું હતું. ભાજપના કોર્પોરેટર કહે છે, દારૂ પીધેલો વ્યક્તિ અમારો સક્રિય કાર્યકર નથી, પણ ફોટા અમારા કાર્યકરે પાડ્યા હતા.
ફોટા અંગે માફી પત્ર લખી આપીને પ્રશાંત બારોટે જણાવ્યું હતું કે અમે બધા મિત્રો જ છીએ. પક્ષ અલગ હોય તો શું થયું, અમે મજાકમાં ફોટો પાડ્યો હતો. પરંતુ તે મજાક મજાક માં વાયરલ થયો હતો.
આપની એન્ટ્રી સાથે રાજકારણ ગરમતા તમામ પક્ષો તેને બદનામ કરી રહ્યા છે.
આવું કાલે વિસાવદરમાં પણ ભાજપના લોકો દ્વારા આપના નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. પેલા ગીર સોમનાથમાં પણ મંદિરના પ્રાંગણમાં આ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ચિત્રો જ પરથી સ્પષ્ટ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને આપની હાજરી ગુજરાતમાં ખાસ પસંદ નથી આવી. હવે આ બાબતો તો તપાસ બાદ જ જાણવા મળશે. આપના આરોપો તમામ સાચા છે કે તેઓએ જ ઘડેલા છે.