સુરતમાં કામરેજ ના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડીયા નો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એમણે ઇન્ફેક્શન એ ઝાલાવાડીયા પોતે દર્દીને આપી રહ્યા છે .
જ્યારે અત્યારે ચારેબાજુ લોકોના મનમાં એક જ સવાલ છે કે એક પાંચ ધોરણ પાસ ધારાસભ્યોને ઇન્જેક્શન આપવાની એવી શું જરૂરિયાત હોય છે? શું ત્યાં મેડિકલ સ્ટાફ ન હતો? શું મેડિકલ સ્ટાફે તેમને આવું કરવાની પરવાનગી આપી? જો કોરોના ના દર્દીઓ ઉપર કોઈપણ આડઅસર થઈ હોય તો તેની જવાબદારી કોની?
લોકો માટે જીવન મૃત્યુ નો સવાલ છે પરંતુ ભાજપના નેતાઓ માટે તો આ એક બસ પબ્લિસિટી સ્ટંટ હોય તેવું લાગી રહ્યું છે.અત્યારે ચારેબાજુ સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઓક્સિજન અને બેડ પણ નથી , ત્યારે આ બધા કામો કરવા કરતાં પોતાના પ્રચારને વધુ મહત્વ આપતા ભાજપના નેતાઓ વારેવારે લોકો અને મીડિયાની નજરે ચઢી રહ્યા છે .
આવો વધુ એક કિસ્સો સુરતમાં હોસ્પિટલમાં બન્યો છે જ્યાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું ત્યાં ધારાસભ્ય મુલાકાત આવી પહોંચ્યા અને પોતે જ remdesvir ઇન્જેક્શન દર્દીને આપ્યું જ્યાંરે તેમને પૂછ્યું કે તેમણે આવું શું કામ કર્યું?
ત્યારે તેમને પ્રત્યુત્તર આપ્યો કે ડોક્ટરોએ મને દર્શાવ્યું હતું કે તમે જ ઇજેક્શન આપો. ત્યારે અત્યારે સવાલ એ ઉભો થાય છે કે તેમને ઇંજેક્શન આપવાનું શા માટે કહ્યું? અથવા તો તેઓ પોતે બહાના બનાવી રહ્યા છે અને ડોક્ટર ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે?
કોરોના ના દર્દી પ્રત્યે ગંભીરતા હોવી જોઇએ તેવી આ ધારાસભ્ય માં કોઈપણ દેખાતી નથી. તે ફક્ત પાંચ ધોરણ પાસ છે તો પણ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પોતે ઇન્જેક્શન આપ્યું છે આવી બેદરકારી કોઈ એક જવાબદાર નેતા કઈ રીતના કરી શકે છે?
આ બાબત ઉપર થી એક વાત તો સાફ થઈ ગઈ છે કે રેલી હોય કે કોઈ દર્દી હોય અથવા કોરોના ની કોઈપણ આપવા તોય ભાજપના નેતા તેમાં પ્રચાર સિવાય બીજું કંઈ કરતા નથી.