જાણો સ્વયં બ્રહ્માજીએ ભગવાન શિવજી વિશે શિવ પુરાણમાં શું કહ્યું હતું..

શિવપુરાણમાં સ્વયં બ્રહ્માજી એ શિવજી નું મહત્વ ઋષિઓને જણાવ્યું હતું. શિવ પુરાણ અનુસાર જે મનુષ્ય બ્રહ્માજી દ્વારા કહેલ શિવજી નું મહત્વ અન્ય કોઈ વ્યક્તિને જણાવે તેનું જીવન ધન્ય થઇ જાય છે. અહી અમે બ્રહ્માજી દ્વારા જણાવેલ ભગવાન શિવજીનું મહત્વ સંક્ષિપ્તમાં જણાવીશું.

આ છે બ્રહ્માજી દ્વારા જણાવેલ શિવજીનું મહત્વ:

બ્રહ્માજીએ કહ્યું મુનીઓ જેનાથી સંપૂર્ણ ભૂતો અને ઈન્દ્રીઓ સહીત બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્ર સહીત આ જગત પહેલા પ્રગટ થાય છે. જે કારણોના પણ પરમ કારણ છે. અને જેના સિવાય ક્યારેય પણ કોઈ અન્ય જગત ની ઉત્પત્તિ નથી થતી, જે સંપૂર્ણ એશ્વર્ય થી સંપન્ન થવા ના કારણે સ્વયં જ સર્વેશ્વર નામ ધારણ કરે છે એ જ ભગવાન શિવના મોક્ષની આશા રખવાવાળા જ્ઞાનીજન પોતાના હૃદય ના આકાશમાં ધ્યાન કરે છે.

ત્યારબાદ બ્રહ્માજી કહે છે કે જેણે સૌથી પહેલા મને જ પોતાના પુત્રના સ્વરૂપના ઉત્પન્ન કર્યો હતો. મને સમસ્ત વેદોનું જ્ઞાન આપ્યું. જે પરમપુરુષ પરમાત્મા થી જ આ આખું જગત ચાલે છે. જે મહેશ્વર એક જ બીજ ને અનેક બીજો માં પરિણત કરે છે. જે દરેક રૂપોમાં એક માત્ર ભગવાન રુદ્ર જ છે બીજું કોઈ નહિ.

ત્યાર બાદ બ્રહ્માજી ઋષીઓ ને કહે છે કે તે રુદ્ર જ છે જે વિશ્વના દરેક જીવોના હૃદયમાં વિરાજમાન છે. જે સૌને જોવે છે પરંતુ કોઈના લક્ષમાં નથી આવતા. તે અનંત શક્તિશાળી છે જે કાળથી મુક્ત છે. જે કાળને પોતાના વશમાં રાખે છે. જેના માટે નાં તો દિન છે કે નાં કોઈ રાત્રી. જેના સમાન પણ કોઈ નથી તો એનાથી અધિક તો ક્યાંથી કોઈ હોઈ શકે. જે આ શ્રુષ્ટિ અને અવિનાશી આત્મા પર રાજ કરે છે. તેમનું નિરંતર ધ્યાન કરવાથી જીવાત્મા અંતે એજ શિવ ભગવાનને પ્રાપ્ત કરે છે.

ત્યાર બાદ બ્રહ્માજી ઋષિઓને જણાવે છે કે શિવજીનો ના કોઈ આદિ છે અને નાં કોઈ અંત છે. તે સ્વતંત્ર અને તેના શરીર દિવ્ય છે. તે નિત્ય મુક્ત થઈને દરેકને બંધન મુક્ત કરાવે છે. દરેક જીવના એક માત્ર મહેશ્વર મહાદેવ ને જ પોતાના આરાધ્યદેવ જાણવા જોઈએ. તેનાથી કોઈ બીજા આ જગતમાં શ્રેષ્ઠ નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer