ભારતીય શાસ્ત્રોમાં સ્ત્રીઓને હંમેશા પુરુષો કરતાં ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. અને આ પાછળનું કારણ છે કે, સ્ત્રીઓ મા બની શકે છે તથા પૃથ્વી પર નવા જીવની ઉત્પત્તિ કરી શકે છે. આ કારણે જ સ્ત્રીઓને પુરુષો કરતાં ચડિયાતી ગણવામાં આવી છે. સ્ત્રીઓ આમ કરવા પાછળનું કારણ છે, તેની પાસે રહેલી એક વિશિષ્ટ શક્તિ અને એ છે માસિક ધર્મ. માસિક ધર્મ એ સ્ત્રીઓ માટે વરદાન છે. જેના કારણે સ્ત્રીઓ આ પૃથ્વી પર નવા જીવન ની ઉત્પત્તિ કરી શકે છે. પરંતુ સ્ત્રીઓને આવતા માસિક ધર્મ ભગવાન પાસેથી મળેલા એક શ્રાપ નું પરિણામ છે. જી હા, સ્ત્રીઓને આવતું માસિક ધર્મ એ તેને બ્રહ્માજી તરફથી મળેલ શ્રાપ છે.
એક સમયની વાત છે, જ્યારે અસુરોએ સ્વર્ગ લોક પર વિજય કરી લીધો હતો. ત્યારે ભગવાન ઇન્દ્ર ભયભીત થઈ બ્રહ્માજી પાસે ગયા. અને તેને અસુરોને હરાવવા માટે તથા પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે વિનંતી કરી. આ માટે બ્રહ્માજીએ ઈન્દ્રને પૃથ્વી પર એક ઋષિમુનીઓ તપ કરવા કહ્યું. અને એ એક વર્ષ સુધી આ ઋષિની સેવા કરી.
પરંતુ એ ઋષિની સેવા દરમ્યાન ભગવાન એને જાણ થઈ કે, તે ઋષિની પત્ની અસુરોને હવન કરવા ની સામગ્રી આપે છે. આ જાણીને ક્રોધે ભરાઈ ભગવાન ઈન્દ્રએ તેની હત્યા કરી નાખી. જેથી ઇંદ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. અને તેના પ્રાયશ્ચિત માટે તેણે એક વર્ષ સુધી તપસ્યા કરી.
ઈન્દ્રની આ કઠોર તપસ્યાથી ખુશ થઈ ભગવાન વિષ્ણુ તેના આપ આપનું હાલ બતાવ્યો. ભગવાન વિષ્ણુ એ કહ્યું કે, તને લાગેલો શ્રાપ જો કોઈ બીજાને આપી દેવામાં આવે તો તે આ પાપમાંથી મુક્ત થઈ શકે છે. સાથે જ તેને એક વરદાન આપવાનો પણ વચન આપ્યું. આથી ઈન્દ્રએ આપ આપને ઝાડ પૃથ્વી જળ અને સ્ત્રીઓમાં સરખે ભાગે વહેંચી દીધો.
આ વચન પ્રમાણે ઇન્દ્રના પાપ નો ચોથો ભાગ જળને મળ્યો તેની સાથે સાથે તેને પણ વરદાન મળ્યું કે જળ એ એવી દિવ્ય શક્તિ ધરાવશે જેને કારણે તે કોઈપણ વસ્તુને પવિત્ર કરી શકે છે
ઇન્દ્રના પાપનો એક ચોથોભાગ ઝાડને પણ મળ્યો. સાથે-સાથે તેને એ પણ વરદાન મળ્યું કે તે કોઈપણ સમયે પુનર્જીવિત થઈ શકે છે.
ભગવાન ઇન્દ્રનો પાપ નો ચોથો ભાગ પૃથ્વી ને પણ મળ્યો. સાથે તેને એ પણ વરદાન મળ્યું કે, તે પૃથ્વી પર રહેલા કોઈ પણ જીવને કોઈપણ રોગમાંથી મુક્ત આપવા માટે સક્ષમ છે.
તેવી જ રીતે ભગવાન ના પાપ નું એક ચોથો ભાગ સ્ત્રીઓને મળ્યો જે પાપ ના ભાગરૂપે સ્ત્રીઓને દર મહિને માસિકની પીડા સહન કરવાનો વારો આવ્યો. પરંતુ સાથે સાથે તેને ભગવાન વિષ્ણુ દ્વારા એક આશીર્વાદ પણ મળ્યા કે, આ જ માસિક ધર્મના કારણે તે એક નવા જીવની ઉત્પત્તિ આપી શકશે એટલે કે તે સંતાનને જન્મ આપી શકશે.
તો આ છે સ્ત્રીઓને દર મહિને આવતા માસિક ચક્ર પાછળનું સત્ય કારણ જે સ્ત્રીઓ માટે એક શ્રાપરૂપ પણ છે. તથા તે જ વસ્તુ તેના માટે એક આશીર્વાદ પણ છે.