બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રીમુર્તીએ જ મળીને આ આખા સંસારની રચના કરી છે. અને આ ત્રીદેવો માંથી ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા તો આખા સંસાર કરે છે, પરંતુ બ્રહ્માજીની પૂજા સંસારમાં ક્યાય પણ નથી થતી.
શું તમે જાણો છો? એનું કારણ? નથી જાણતા તો ચાલો આજે અમે તમને જણાવીશું એના વિશે. તમને જણાવી દઈએ કે બ્રહ્માજી ને સૃષ્ટિના રચયિતા હોવાની સાથે વેદોના પણ દેવતાનું રૂપ માનવામાં આવે છે. એમણે જ આપણને ચાર વેદોનું જ્ઞાન પ્રદાન કરેલું છે.
અને હિંદુ ધર્મ મુજબ બ્રહ્માજી ની શારીરિક સરંચના પણ ખુબ જ અલગ છે. એમની પૂજા કોઈ પણ કરતુ નથી. પૃથ્વી લોક પર બ્રહ્માજી ના ઘણા બધા મંદિર છે. પરંતુ ત્યાં બ્રહ્માજી ની પૂજા કરવી એ વર્જિત માનવામાં આવે છે.
પૌરાણિક કથાઓ મુજબ, એક વાર ભગવાન બ્રહ્માજી ના મનમાં ધરીતી ની ભલાઈ માટે યજ્ઞ કરવાનું મનમાં વિચાર આવ્યો. યજ્ઞ માટે સ્થાન શોધવામાં આવ્યું. ત્યાં જ એમણે એમની એક કમલનેને કાઢીને ધરતી તરફ મોકલ્યું.
એ જે સ્થાન પર પડ્યું ત્યાં જ બ્રહ્માજીનું એક મંદિર બનાવવામાં આવ્યું. ત્યાં પુષ્કરમાં બ્રહ્માજીના દર્શન માટે દરેક વર્ષ શ્રધાળું આવતા રહે છે. પરંતુ અહી કોઈ પણ બ્રહ્માજીની પૂજા કરતા નથી. પૌરાણિક કથાઓ મુજબ, બ્રહ્માજી યજ્ઞ કરવા માટે જયારે પુષ્કર પહોચ્યા.
પરંતુ એમની પત્ની સાવિત્રી એકદમ સમય પર ત્યાં ન પહોંચી અને ત્યાં પૂજાનું શુભ મુર્હુત નીકળતું જઈ રહ્યું હતું. બધા દેવી અને દેવતા એ સ્થાન પર પહોચી ગયા હતા. પરંતુ સાવિત્રી પહોંચી નહિ. એવું કહેવામાં આવે છે કે જયારે શુભ મુર્હુત નીકળી રહ્યું હતું
તો કોઈ પણ ઉપાય ન મળતા બ્રહ્માજીએ નંદીની ગાયના મુખમાંથી ગાયત્રીને પ્રગટ કરી અને એની સાથે વિવાહ કરીને એમનો યજ્ઞ સંપન્ન કર્યો. એવું કહેવામાં આવે છે કે જયારે સાવિત્રી યજ્ઞ સ્થાન પર પહોંચી ત્યારે બ્રહ્માજી ની બાજુમાં કોઈ બીજી સ્ત્રીને બેઠેલી જોઇને એ ક્રોધમાં આવી ગઈ
અને ગુસ્સામાં એમણે બ્રહ્માજીને શ્રાપ આપી દીધો અને કહ્યું કે આ આખા પૃથ્વી લોકમાં તમારી ક્યાય પણ પૂજા નહી થાય. પછી જયારે એમનો ગુસ્સો શાંત કર્યો તો એમણે કહ્યું કે ધરતી પર ફક્ત પુષ્કરમાં જ બ્રહ્માજીની પૂજા થશે.