લસણ માત્ર ભોજનમાં સ્વાદ વધારે છે એવું નથી પરંતુ લસણ એક શ્રેષ્ઠ ઔષધી પણ છે. કેટલાક લોકો લસણની ગંધને કારણે તેનાથી દૂર રહે છે પરંતુ તે લોકો નથી જાણતા કે લસણ પ્રકુતિની એક એવી ભેટ સમાન છે જેના લાભ બીજે ક્યાંય ન મળે. લસણથી થનારા લાભ અને તેના આયુર્વેદિક ગુણો સદીઓ જુના છે. સંશોધન મુજબ 5000 વર્ષ પહેલાં પણ લસણનો ઉપયોગ ઉપચાર માટે કરવામાં આવતો હતો. લસણ અનેક રોગોમાં વરદાન સમાન સાબિત થાય છે.
જેથી આજે અમે તમને લસણના એવા જ અદભુત ગુણો અને ફાયદા વિશે જણાવીશું જે કદાચ તમે પહેલાં જાણ્યા નહીં હોય. આયુર્વેદ વિજ્ઞાને પણ લસણના ગુણધર્મોનું અને તેના અનુપમ ઔષધીય ગુણોનું સ્પષ્ટ આલેખન કર્યું છે. આયુર્વેદના લગભગ બધા જ ગ્રંથકારોએ તેના ઉત્તમ ઔષધીય ગુણો અને ઉપયોગોનું વિશેષ વર્ણન કર્યું છે જે જાણવા સમજવા જેવું છે
લસણમાં ખાટા રસ સિવાય બાકીના પાંચે (ગળ્યો, ખારો, તીખો, તૂરો અને કડવો) રસ રહેલા છે. જેમાં તીખો રસ મુખ્ય હોય છે. ગુણમાં તે ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, વીર્યવર્ધક, ઝાડો સાફ કરનાર, ભાંગેલાં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ, મંદાગ્નિ વગેરે મટાડે છે.
લસણમાં એક ઊડનશીલ તેલ રહેલું હોય છે. જેમાં એલાઇલ-પ્રોપાઇલ સલ્ફાઇડ 6 ટકા, ડાયએલાઇલ ડાયસલ્ફાઇડ 6 ટકા તથા બીજાં બે ગંધકયુક્ત દ્રવ્યો જોવા મળે છે. લસણ હૃદય, વાયુ અને કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ, મંદાગ્નિ વગેરે મટાડે છે.
રાતે સૂતાં પહેલાં એક ચમચી ઓલિવ ઓઈલ અથવા સોયાબીન ઓઈલમાં લસણની પેસ્ટ લેવાથી લિવર સ્વચ્છ થવાની સાથે તે મજબૂત બનીને કાર્યરત રહે છે. લસણમાં વિટામિન સી, એ, બી અને જી તથા સલ્ફર, લોહ, કેલ્શિયમ ઉપરાંત નકામા બેકટેરિયાનો નાશ કરતું એલિસિન નામનું તત્વ છે. લસણની તાજી પેસ્ટમાં ડિપ્થેરિયા અને ટીબીના જીવાણુને નષ્ટ કરવાનો ગુણ છે.
આંતરડાનાં કેન્સરથી પીડાતી વ્યક્તિ ડોક્ટરની સલાહ પ્રમાણે લસણનો ઉપયોગ કરે તો કેન્સર સામે લડી શકે છે. લસણમાં ફ્રી રેડિકલ્સને રોકવાની શક્તિ છે. કેન્સરની ગાંઠ ફ્રી રેડિકલ્સથી થતી હોવાનો સંશોધકોનો મત છે. આવાં રેડિકલ્સ ડીએનએ, સેલ મેમ્બ્રેન્સ માટે હાનિકર્તા છે. લસણમાં રહેલું એલિનસ નામનું એન્ઝાઈમ નકામા કોષનો નાશ કરે છે.
હાઈપર ટેન્શન, હાઈ બીપીની તકલીફ થઈ હોય તો રોજ તાજાં લસણની બે કળી ખાવાથી લોહીનું ભ્રમણ થાય છે. નસો સ્નિગ્ધ રહે છે. આ ઉપરાંત લસણ વિશે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં એવું જણાયું છે કે એનિમિયા, રૂમેટિક ડિસિઝ, કટિવા, ડાયાબિટીસ, હાઈપોગ્લાઈસેમિયા, અસ્થમા, ઊધરસ, એલર્જી, આંતરડાના વર્મ્સ પેરાસાઈટિક ડાયેરિયા અને કેન્સરની સારવારમાં ઉપયોગી છે. આ ઉપરાંત તે કબજિયાત દૂર કરવામાં ઉપયોગી છે.
ખીલ પર લસણનો રસ નિયમિત લગાવશો તો ધીમે ધીમે ખીલ ઓછી થઇ શકે છે. તમે તેના રસમાં વ્હાઇટ વિનેગર પણ નાંખીને લગાવી શકો છો. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે જે ત્વચાને કોમળ અને મુલાયમ બનાવે છે. જો તમે તમારા ફેસ માસ્કમાં કેટલીક પીસેલી લસણની પેસ્ટ નાંખશો ત્વચા મુલાયમ બનશે. લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છરો પાસે આવતા નથી અને કરડતા નથી. સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે.
જેથી જો તમને ખીસ-ફોડલીની સમસ્યા રહેતી હોય તો તમારે સેવન કરવું જોઈએ.લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છરો પાસે આવતા નથી અને કરડતા નથી. સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી જો તમને ખીસ-ફોડલીની સમસ્યા રહેતી હોય તો તમારે સેવન કરવું જોઈએ.