તમે સૌ કોરીઓગ્રાફર ધનશ્રીને તો ઓળખો છો. ડેન્ટિસ્ટ ધનશ્રી વર્મા એ પોતાના પતિનું નામ લગાવી દીધું છે. જેને કારણે સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકો આ વિશે કોમેન્ટો કરી રહ્યા છે.. સૂત્ર અનુસાર જાણવા મળ્યું છે કે ધનશ્રી અને યુઝવેન્દ્ર વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ આ એક અફવા હતી. પરંતુ આ વિશે ધનશ્રીએ ચોખવટ કરી હતી અને પોસ્ટ પણ શેર કરી હતી અને તેને મીડિયા ઉપર લોકોને જણાવ્યું હતું કે તેની લીગામેન્ટની સર્જરી કરવામાં આવી છે..
તેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે છેલ્લી રીલ્સના શૂટિંગ વખતે તેને પગમાં ઈજા થઈ હતી જેને કારણે તેના લીગામેન્ટ ફાટી ગયા હતા આથી ડોક્ટરે તેને ડાન્સ ન કરવાની સલાહ આપી હતી.. આથી ડાન્સ કરી ન શકવાને કારણે તેને ખૂબ જ દુઃખ થયું હતું.. પરંતુ પોતાના પરિવાર અને પતિ ના સાથને કારણે હવે તે સ્વસ્થ છૅ..
ધનશ્રીને લીગમેન્ટની ઈજાને કારણે આરામની સલાહ આપવામાં આવી છે, જેના કારણે બીજી વખત ડાન્સ કરવા માટે સર્જરી કરવી પડશે. ધનશ્રીએ કહ્યું કે જો તે તેના જીવનમાં ફરીથી ડાન્સ કરવા માંગે છે તો તેને સર્જરી કરાવવી પડશે. તે તેમના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો, પરંતુ તેઓ તેમના સંબંધો વિશેની અફવાઓ સાંભળીને દુઃખી થયા હતા.
View this post on Instagram
ધનશ્રીએ કહ્યું કે ઈજા અને અફવાઓએ તેને વધુ મજબૂત બનાવી છે. તે દરેક પરિસ્થિતિમાં પોતાને મજબૂત માને છે. તેને એ પણ સમજાયું કે લોકો તમારા વિશે વાત કરતા રહે છે, તમારે મજબૂત બનવાની જરૂર છે.
ધનશ્રીએ તેના પતિની અટક ઉમેરી અને પોસ્ટના અંતે ફરી ચહલની અટક ઉમેરી. તેણે પોસ્ટમાં DVC (ધનશ્રી વર્મા ચહલ) લખ્યું હતું. આ બતાવે છે કે બંને વચ્ચે બધું સમાન છે.પોસ્ટ પર ટિપ્પણી કરતા યુઝવેન્દ્રએ ધનશ્રીની આ પોસ્ટ પર કોમેન્ટ કરતા કહ્યું કે ” માય વુમન ” તેને પણ આ પોસ્ટ ફરીથી શેર કરી છે..
ઓનલાઈન ક્લાસથી મિત્રતાની શરૂઆત થઈ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા પહેલીવાર ઓનલાઈન ક્લાસ દરમિયાન એકબીજાને મળ્યા હતા. ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીના ક્લાસમાં એડમિશન લીધું અને તેમની લવ સ્ટોરી અહીંથી શરૂ થઈ.
9 ઓગસ્ટ, 2020 ના રોજ, યુઝવેન્દ્રએ રોકા સમારોહની જાહેરાત કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. તેણે ધનશ્રી સાથેની એક તસવીર શેર કરીને સંબંધને સત્તાવાર કરી દીધો. બંનેએ 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. ધનશ્રી ઘણીવાર તેના ડાન્સ વીડિયોને લઈને ચર્ચામાં રહે છે.