શાસ્ત્રો અનુસાર વર્ષમાં ચાર વાર નવરાત્રીનું પર્વ માનવામાં આવે છે. જેમાંથી બે ગુપ્ત નવરાત્રી હોય છે, અને બે આશ્વિન અને ચૈત્ર નવરાત્રી હોય છે. નવરાત્રીના નવ દિવસ દેવી દુર્ગાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે. આ વરસે જ્યોતિષ અનુસાર નવરાત્રીમાં ખુબજ શુભ સંયોગ બની રહ્યો છે. જેનાથી નવરાત્રીનું મહત્વ ખુબજ વધી જાય છે.
શાસ્ત્રો અનુસાર શારદીય નવરાત્રી વૈભવ અને ભોગ પ્રદાન કરે છે જયારે ગુપ્ત નવરાત્રી તંત્ર સિદ્ધિ માટે વિશેષ માનવામાં આવે છે. અને ચૈત્ર નવરાત્રી આત્મ શુદ્ધિ માટે હોય છે. આજે અમે જણાવીશું ચૈત્ર નવરાત્રીનું મહત્વ.
નવરાત્રીના નવ દિવસ દેવીની પૂજા કરવાથી વ્યક્તિ પોતાની ભૌતિક, આધ્યાત્મિક, યાંત્રિક અને તાંત્રિક મનોકામના ની પુરતી કરે છે, એ દિવસોમાં ઈશ્વરીય શક્તિ ને પ્રાપ્ત કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે નવરાત્રીના દિવસે આદિ શક્તિ પૃથ્વી પર પ્રકટ થયા અને બ્રહ્મા જીને સૃષ્ટિનું નિર્માણ કરવા માટે કહ્યું હતું. ત્યાર બાદ આ દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી. ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કરી પૃથ્વીની રચના કરી હતી. અને તેની સાથે જ ભગવાન વિષ્ણુ નો સાતમો અવતાર ભગવાન રામનો જન્મ પણ ચૈત્ર મહિનામાં થયો હતો. આ બધા કારનો થી ચૈત્ર નવરાત્રી ધાર્મિક રૂપથી ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તેની સાથે જ તેનું વૈજ્ઞાનિક કારણ અને મહત્વ પણ છે, આ સમયે ઋતુ પરિવર્તન થી બીમારીઓ ઉત્પન્ન થાય છે, જેને અસુરી શક્તિ માનવામાં આવે છે. તેનો અંત કરવા માટે હવાન અને પૂજા પાઠ કરવામાં આવે છે. હવનમાં જડીબુટ્ટી ઓ નો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે વાતાવરણમાં ઉપસ્થિત દરેક બેક્ટેરિયા મારી જાય છે.