શહેરના રસ્તાઓ પર પડેલી પ્લાસ્ટીકની ચમચીઓ અને સ્ટ્રો સાથે નો વિવિધ કચરો જોઈને એ યુવકને પર્યાવરણ બચાવવા માટેનો વિચાર આવતો હતો. એ વિચારને કારણે છેવટે એણે ઇ ટેબલ એટલે કે ખાઈ શકાય એવી ચમચી, સ્ટ્રો, ફોર્ક સહિતની વસ્તુઓ નું સ્ટાર્ટઅપ કરવાનું નક્કી કર્યું.
રવિ જો કે શરૂઆતના સમયમાં રોકાણના અભાવે 2017માં ફક્ત ચાર લાખ રૂપિયાની મૂડીથી શરૂઆત કરી હતી. જ્યાંથી વાર્ષિક 5 કરોડના ટર્ન ઓવર સુધી પહોંચ્યું છે. Uk અને USA સહિતના 32 દેશોમાં આ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણા જ દેશમાં આ પ્રોડક્ટને લઈને જાગૃતતા નથી. જોકે એ યુવક કહે છે કે ભારતના ખૂણે ખૂણામાં મારે મારી પ્રોડક્ટ પહોંચાડવી છે. આ શબ્દો અને વિચારો છે વડોદરાના યુવા ઉદ્યોગ, સાહસિક કૃવિલ પટેલના.
મોટા રોકાણના કારણથી જ શો-રૂમ શરૂ કરવાનો વિચાર માંડી વાળ્યો. વડોદરાના સમા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય કૃવિલ રાજેન્દ્ર પટેલે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. કૃવિલને કાર અને બાઇક બનાવવાનો શોખ હતો, અને અભ્યાસ પૂર્ણ થયા બાદ કૃવિલને કાર અને બાઈક નો શોરૂમ ખોલવાની ઈચ્છા હતી. જોકે આર્થિક પરિસ્થિતિને જોતા તેણે શો-રૂમ શરૂ કરવાનો વિચાર માંડી વાળ્યો હતો, અને વધુ મહેનત કરીને કંઈક નવું અલગ કરવાનું નક્કી કર્યું હતું. છેવટે ખાઈ શકાય એવી ચમચી, સ્ટ્રો અને ફોર્ક જેવી વસ્તુઓ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
વિદેશોમાંથી મળે છે ઓર્ડર. એક રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે કૃવિલ પટેલે જણાવ્યું છે કે એમની પાસે આ સ્ટાર્ટ અપ માટે નાણાં નહોતા. જેથી એમણે મિત્રો-સંબંધીઓ ની મદદથી અને પોકેટ મનીથી 4 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા. ત્યારબાદ એક નાનકડી ઓફિસ રાખીને મશીન વડે ખાઈ શકાય એવી વસ્તુઓનું પ્રોડક્શન શરૂ કર્યું.
તેમના જણાવ્યા પ્રમાણે એમની આ વસ્તુને સોશિયલ મીડિયામાં મુક્તા જ જોરદાર રિસ્પોન્સ મળવા લાગ્યો, અને વિદેશમાંથી ઓર્ડર મળવા લાગ્યા. એમણે જણાવ્યું હતું કે અમે આ ઓર્ડર ની પૂરા કરી શકે એમ નહોતા જેથી અમે સરકારની સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમમાંથી 70 લાખ રૂપિયાની લોન લીધી હતી. મારા મમ્મીની સાથે મળીને ‘ ત્રિશુલ ઇન્ડિયા ‘ સ્ટાર્ટ અપ ને આગળ વધાર્યું હતું. હવે અમે ઇટ મી નામથી ગ્લોબલી પ્રમોટ કરી રહ્યા છીએ.
આગળ તેમણે જણાવ્યું હતું કે, અમારી ચમચી સહિતની વસ્તુઓ એવી છે કે જેને જમ્યા બાદ ખાઈ શકાય છે, અને જો કચરા માં નાખો તો કીડી મકોડા સહિતના જીવ-જંતુઓ તેને ખાઈ જશે. એ સિવાય જોઈને કચરામાં રાખવામાં ન આવે તો એને ક્રશ કરીને ખાતર સ્વરૂપે પ્રયોગ કરી શકાય છે. આમ મારી આ પ્રોડક્ટ ટોટલી ઇકો ફ્રેન્ડલી છે.
એમની આગળ જણાવ્યું હતું કે અમારી આ પ્રોડક્ટ દ્વારા પાણી અને પર્યાવરણનો બચાવ થાય છે. આ પ્રોજેક્ટના લેબ ટેસ્ટ કરાવ્યા છે અને પેટન્ટ પણ મેળવી છે. હાલ વડોદરા નજીકના લામડાપુરા ખાતે અમારો પ્લાન્ટ કાર્યરત છે. જેના દ્વારા 70 લોકોની રોજગારી આપીએ છીએ અને આવનારા સમયમાં નવો પ્લાન્ટ ઉભો કરવાની દિશામાં અમે કાર્યરત છે.
આગળ ઉમેરતા તેઓ કહે છે કે આ બિઝનેસમાં સ્ટાર્ટઅપ વખતે મારા પિતા કેમિકલ બિઝનેસ સાથે સંકળાયેલા હોવાથી આ સ્ટાર્ટ અપ માટે ઉત્સુક નહોતા. પરંતુ હવે મારી સફળતા જોઇને તેમને મારા પર ગર્વ થાય છે. અમારી પ્રોડક્ટ હાલના સમયમાં યુ.કે, યુ.એસ.એ. સહિત જર્મની, સ્પેન, નોર્વે, દુબઈ, કેનેડા, કુવેત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિત 32 દેશોમાં એક્સપોર્ટ થાય છે.
જોકે ચીન અને પાકિસ્તાન સાથે ભારતના સંબંધો ને જોતા ત્યાં એક્સપોર્ટ કરતા નથી. પાકિસ્તાનથી પણ ઘણા ઓર્ડર આવે છે, પણ અમે એમને અમારી પ્રોડક્ટ વેચતા નથી. એમણે એ પણ જણાવ્યું છે કે અમારા સ્ટાર્ટઅપ ત્રિશુલા ઇન્ડિયાએ અમેરિકાના વિશ્વવિખ્યાત સ્ટાર્ટ અપ ઇન્વેસ્ટમેન્ટ શો માં એન્ટ્રી લઈને પાંચ લાખ અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ પણ મેળવ્યું છે.
આ ઉદ્યોગ સાહસિક યુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યાં. વડોદરાના આ યુવા ઉદ્યોગ સાહસિક કૃવિલ પટેલ આ અનોખા સ્ટાર્ટઅપ દ્વારા યુવાનો માટે પ્રેરણારૂપ બન્યાં છે. આવનારા દિવસોમાં કૃવિલ પટેલ આ પ્રોડક્ટને ભારતમાં પણ આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે.