હિમાચલ પ્રદેશમાં 2000થી વધુ મંદિરો છે, જેમાં આ મંદિર ઘણું પ્રખ્યાત છે

કહેવાય છે કે દેવીના દરેક મંદિરો સાથે કોઈને કોઈ માન્યતા જોડાયેલી હોય છે. આજે અમે દેવીના એવા જ એક મંદિર ચામુંડા દેવી મંદિર વિશે વાત કરીશું જે પૌરાણિક હોવાની સાથે-સાથે રહસ્યમયી પણ છે. હિમાચલ પ્રદેશને દેવતાઓની ભૂમિ કહેવાય છે. આ મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલ છે. એવું કહેવાય છે કે ચામુંડા દેવી મંદિર શક્તિના 51 શક્તિપીઠો માંથી એક છે. માન્યતા છે કે અહીં ભૂતનાથ ભગવાન શિવ શંકર મૃત્યુ શબ વિસર્જન અને વિનાશનું રૂપ લઈ સાક્ષાત દેવી ચામુંડાની સાથે વિરાજમાન છે.

આ મંદિર લાંબુ બનાવેલું છે અને બે માળનું છે. દેવીની મૂર્તિની ઉપર એક નાનકડું શિખર છે અને બાકીની છત સપાટ છે. મંદિરની પાછળ એક ઊંડી ગુફામાં ભગવાન શંકર વિરાજેલા છે. કહેવાય છે કે આ ગુફામાં એક વખતે માત્ર એક જ ભક્ત પ્રવેશીને ભગવાનના દર્શન કરી શકે છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે આ જગ્યાએ રાક્ષસ ચંડ-મુંડ દેવી દુર્ગા સાથે યુદ્ધ કરવા આવ્યાં હતાં. ત્યારબાદ દેવી દુર્ગાને કાળી રૂપ ધારણ કરી તેઓનો વધ કર્યો હતો. માન્યતા છે કે અંબિકાની ભ્રમરમાંથી ઉત્પન્ન થયેલ કાળીએ જ્યારે ચંડ-મુંડના માથાઓને ઉપહાર સ્વરૂપ ભેટ આપ્યા તો માતા અંબાએ વરદાન આપ્યું કે આજથી તું જગતમાં ચામુંડા નામે ઓળખાઈશ.

મંદિરના આંગણામાં જ એક મોટું સુંદર સરોવર છે જેમાં બાણગંગાથી સ્વચ્છ જળ આવે છે. મંદિરના પુજારીઓના કહેવા પ્રમાણે આ સરોવારમાં સ્નાન કરવાની મનાઈ છે. આ સરોવારનું પાણી માત્ર પૂજા માટે જ ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય પણ અનેક નાના-મોટા મંદિરો અહીં આકર્ષણનું કેન્દ્ર છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer