આપણા દેશમાં જેટલા પણ મંદિર છે એમાં કોઈને કોઈ પ્રકારના ચમત્કાર જરૂર જોવા મળે છે. જેના લીધે લોકો આસ્થાની આગળ માથું નમવા માટે મજબુર થઇ જાય છે. આજે અમે એક એવા જ ચમત્કાર વિશે જણાવીશું. જે મધ્યપ્રદેશ ના એક મંદિર નો ચમત્કાર છે. આ મંદિર જૈન તીર્થ સ્થળ છે. જ્યાં દર વર્ષે અષ્ટમી ચૌદસના દિવસે ચમત્કાર થાય છે. આ તીર્થ સ્થળના નામ મુક્તાગીરી તીર્થ સ્થળ છે. જ્યાં આજે પણ ચંદનનો વરસાદ થાય છે. આમ તો આ વાત સરળતાથી વિશ્વાસ કરવા વાળી નથી.
પરંતુ આ એકદમ સાચું છે. જણાવી દઈએ કે આ મંદિર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ની સીમા પર આવેલું છે. જેના વિશે કહેવામાં આવે છે કે અહી દર વર્ષે કેસર અને ચંદન નો વરસાદ થાય છે. જેનો નજારો જોવા માટે દુર દુરથી લોકો આવે છે. સતપુડા પર્વતની શ્રુંખલામાં મન મોહનેવાલા ઘટ્ટ લીલા છમ વૃક્ષ વચ્ચે આ ક્ષેત્ર આવેલું છે. કહેવામાં આવે છે કે અહીંથી લગભગ ત્રણ કરોડ મુનિરાજને મોક્ષ પ્રાપ્ત થયા છે.
દોસ્તો, અહી ૨૫૦ ફૂટની ઊંચાઈથી જલધારા પડે છે. જેનાથી જળપ્રપાત બને છે. અહી આવતા દરેક લોકોનું દિલ લીલા પહાડોને જોઇને મોહિત થઇ જાય છે. જણાવી દઈએ કે આ સ્થળને મેંઢા ગીરી પણ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે હજારો વર્ષ પહેલા એક વાર અહી મુની ધ્યાનમાં મગ્ન હતા.
જ્યાં એક મૈઢર પહાડની ચોટી માંથી પડીને મારી ગયો હતો. જયારે એ મૈઢક તડપી રહ્યો હતો તો ઋષિએ એમના કાનમાં મંત્રનો જાપ કર્યો. જેનાથી એમનું મૃત્યુ થઇ ગયું હતું. કહેવામાં આવે છે કે સ્વર્ગ પહોચ્યા પછી મૈઢકે મુની ને મળવાની ઈચ્છા બતાવી. જયારે એ પાછો આવ્યો તો એ દરમિયાન કેસરનો વરસાદ થયો હતો.