ચારોળી સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ  ફાયદાકારક, જાણો તેનાથી થતા ફાયદાઓ વિશે

મિત્રો, ચારોળી નો ઉપયોગ મુખ્યત્વે અનેક પ્રકારની મીઠાઈ બનાવવા માટે કરવામા આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ  ફાયદાકારક માનવામા આવે છે અને તેમા અનેકવિધ પ્રકારના પોષક તત્વો સમાવિષ્ટ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. તેમા પુષ્કળ માત્રામા પ્રોટીન , વિટામિન-સી અને વિટામીન-બી પુષ્કળ માત્રામા હોય છે અને આ પોષકતત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

શરદી ની સમસ્યાથી મુક્તિ મળે :

શરદી ની સ્થિતિમા તમારે ચારોળી નુ સેવન કરવુ જોઈએ. આ ખાવાથી શિયાળો સંપૂર્ણ બની જશે. એક ગ્લાસ દૂધ ગરમ કરવા માટે તેને ગેસ પર નાખો અને તેની અંદર થોડી ચારોળી ઉમેરો. જ્યારે આ દૂધ બરાબર ઉકળે ત્યારે ગેસ બંધ કરો અને તેને ઠંડુ પીવો. ત્યારબાદ દૂધ નુ પીવાથી શરદી મટી જશે.

ખીલ ની સમસ્યામા રાહત મળે :

જો તમને ખીલ થાય છે તો તેના નિવારણ માટે ચારોળી ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તે લગાડવાથી તમારા ખીલ ની સમસ્ય્ક એકદમ દૂર થઇ જશે. આ ચારોળી ની  પેસ્ટ તૈયાર કરવા માટે તમે નારંગી નો રસ લઈ તેમા ચારોળી નો પાવડર મિક્સ કરી આ પેસ્ટ ને ચહેરા પર લગાવી શકો છો.

આ પેસ્ટ ને જો તમે ૧૫ મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને હળવા હાથેથી ઘસીને સાફ કરો. આ પેસ્ટ ને અઠવાડિયામાં ત્રણ વખત ચહેરા પર લગાવો જેથી તમારા ચહેરા પરના ખીલ એકદમ દૂર થઇ જશે અને ખીલ ની સમસ્યાથી રાહત મળશે.

ખંજવાળ ની સમસ્યા થી રાહત મળે :

ઉનાળા ની ઋતુમા મોટાભાગના લોકો ને તીવ્ર ખંજવાળની સમસ્યા ઉભી થાય છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના ઉપાય પણ અજમાવે છે પરંતુ, તેમણે આ ખંજવાળ ની સમસ્યામાંથી મુક્તિ મળતી નથી. જો તમે આ ખંજવાળની ​​સમસ્યાથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો ચારોળી નો ઉપયોગ કરો. ચારોળી લગાવાથી ત્વચા પર થતી ખંજવાળ તુરંત દૂર થાય છે.

આ ચારોળી ની પેસ્ટ તૈયાર કરવા માટે તમારે ૧૦૦ ગ્રામ જેટલી ચારોળી અને ગુલાબજળ ની જરૂર પડશે. તમે ચારોળી લો અને તેને પીસી લો અને તેના પાવડરમા ગુલાબજળ પણ ઉમેરો. આ પછી આ પેસ્ટ ને ખંજવાળવાળા વિસ્તાર પર લગાવો. આ પેસ્ટ ને થોડા દિવસ ખૂજલીવાળા વિસ્તારમા લગાવવાથી રાહત મળશે અને તમારી ખંજવાળ સંપૂર્ણપણે દૂર થશે.

ત્વચા આકર્ષક બને :

તમે એક ચમચી ચારોળી પાઉડરમા મુલતાની માટી , ચંદન પાવડર અને ગુલાબજળ ઉમેરી શકો  અને તેની પેસ્ટ તૈયાર કરી આ પેસ્ટ તમારા ચહેરા અને ગળા પર લગાવો અને તેને સારી રીતે સુકાવા દો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય છે ત્યારે તમે તમારા ચહેરા ને ચોખ્ખા પાણી થી ધોઈ લો. આ પેસ્ટ નો નિરંતર એક અઠવાડિયા સુધી ઉપયોગ કરવાથી તમારા ચહેરા પર ગ્લો આવશે અને તમારી ત્વચા પણ પરફેક્ટ બનશે.

શીળસ ની સમસ્યામા રાહત મળે :

ઉનાળા ની ઋતુમાં પરસેવાના કારણે પીઠ પર વારંવાર શીળસ ની સમસ્યા થાય છે અને તે બર્નિંગ અને ખંજવાળની સમસ્યા શરૂ કરે છે. શીળસ ની સ્થિતિમા ચારોળી ૩૦ ગ્રામ પીસીને તેમા દૂધ ઉમેરો. ત્યારબાદ તેને પીઠ પર લગાવો તેને પીઠ પર લગાવવાથી રાહત મળશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer