ચૈત્ર અમાસ નું મહત્વ અને જાણો આ દીવસે કરવામાં આવતા ઉપાય

હિનું પંચાંગનો પહેલો મહિનો ચૈત્ર નો છે એ જ મહિનાના શુક્લ પ્રતિપદાથી શરુ થઇ છે જે ચૈત્ર મહિનાની અમાસ ના પછી નો દિવસ છે. હિંદુ ધર્મ પુરની અને અમાસ નું મહત્વ ચંદ્રમાં ના વધવા અને ઘટવા ના ક્રમ ના કારને છે. બંને દિવસે ધાર્મિક કાર્યો કરવાથી ખુબજ શુભ ફળ મળે છે.

પીતરું ને પ્રસન્ન કરવા માટે કરો આ કામ:

અમાસ ના દિવસે પીતરું ના નામ થી તીર્થ સ્થળ પર સ્નાન કરવું જોઈએ, શ્રાધ, દાન, વ્રત અને તર્પણ કરવાથી ભાગ્યોદય નું ફળ પ્રાપ્ત થાય છે. પીતરું ને પ્રસન્ન કરવા માટે આ કાર્ય કરવાથી પીતરું પ્રસન્ન થઇ જાય છે અને પીતરું દોષ દુર થાય છે.

પોતાની ક્ષમતા અનુસાર ઉચિત બ્રહ્મનો ને ભોજન કરાવવું જોઈએ. અને વસ્ત્ર, અર્થ અને અન્ન નું દાન કરવું જોઈએ, ચૈત્ર મહિનાથી ગરમી ચાલુ થઇ જાય છે. તેથી આ મહિનામાં જરૂરી જગ્યા ઓ પર પાણી ના પરબ મુકાવવા જોઈએ અને પક્ષી ઓ માટે પમ પાણી ના કુંડા મુકવા જોઈએ. ઘરની છત પર પક્ષીઓ માટે પાણી ની વ્યવસ્થા કરવી જોઈએ. આ બધાજ કાર્યો દ્વારા ભગવાન ની સાથે પીતરું દેવી દેવતા પ્રસન્ન થઇ જાય છે. અને સારા ફળ ની પ્રાપ્તિ થાય છે.

ઘરના ઇશાન દિશામાં પ્રગટાવો આ રીતે દીવો:

ચૈત્ર મહિનાની અમાસ ની સાંજે ઘરના ઇશાન દિશામાં (ઉત્તર પૂર્વ દિશા ) માં એક શુદ્ધ ઘી નો દીપક, જેમાં લાલ રંગ ના દોરા ની વાટ રાખેલી હોય, તેને પ્રગટાવો. આ દીવા માં થોડું કેસર નાખવું અને મહાલક્ષ્મી નું સ્મરણ કરી સુખ સમૃદ્ધિની કામના કરવી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer