સત્યનો, ભક્તિનો માર્ગ અત્યંત કપરો છે. તેના પર મક્કમ ડગલે ચાલવું અતિશય દોહ્યલું છે. પણ એ મુશ્કેલ કામ પણ જે કરી જાણે છે એ જીવતાં તીર્થ તરીકે પૂજાય છે, રોજનો તહેવાર બનીને ઉજવાય છે. એવાં જ સત્યના મક્કમ માર્ગી શેઠ સગાળશા અને તેમના પુત્ર ચેલૈયાનું સ્થાનક એટલે બીલખા નજીક આવેલું ચેલૈયાધામ.
દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયો જ્યાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા. જ્યારે અન્ય સૌને અન્ન કર્ણને આશ્ચર્ય થયું. દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતાં જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી પર હંમેશાં સુવર્ણ દાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે. જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળી શકત. કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં વાણિયાના ખોરડે શેઠ સગાળશા રૂપે જન્મ લે છે.
આ મંદિરનું નિર્માણ 1262 વર્ષ પૂર્વે બીલખા ગામે શેઠ સગાળશા, તેમનાં પત્ની ચંગાવતી અને પુત્ર ચેલૈયો થઈ ગયા. આતિથ્યભાવ કેવો હોય તેનો દાખલો આપવા આજે પણ વાણિયાના ઘરે જન્મનાર શેઠ સગાળશાનું નામ લેવાય છે.
અતિથિ બનીને પરીક્ષા કરવા આવનાર ભગવાનને હસતાં મુખે પોતાના પુત્ર ચેલૈયાને ખાંડણિયામાં ખાંડીને પીરસનાર શેઠ અને રાણી ચંગાવતીના તોલે કોઈ ના આવે. શેઠ સગાળશાના આ નિવાસ સ્થાનને સમયાંતરે મહંતો દ્વારા જાળવણી અને જિર્ણોદ્ધાર કરાયો છે. હાલ આ આશ્રમના મહંત રામરૂપદાસજી છે.
શેઠ સગાળશા અને ચેલૈયાની સાથે જોડાયેલી વસ્તુઓ હાલ પણ આ આશ્રમમાં મોજૂદ છે. અહીં લક્ષ્મીનારાયણનું અને હનુમાનજીનું મંદિર છે. દિવાળીના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરમાં આરતીનો સમય સવારે: 6.30 વાગ્યે અને સાંજે: 7.00 વાગ્યે તેમજ અહી દર્શનનો સમય સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી.
આ ધામ જૂનાગઢથી 22 અને રાજકોટથી 117 કિલોમીટરના અંતરે આવેલું છે જેને ચેલીયાધામ ના નામથી ઓળખવામાં આવે છે. ચેલૈયાધામ. આ મંદિર બીલખાને અડીને આવેલા નવાગામમાં આવેલું છે અને અહીં રેલવે સ્ટેશન પણ છે. અહી નજીકમાં આ મંદિરો આવેલા છે (1). સતાધાર 29 કિમી છે, (2). ભવનાથ મહાદેવ મંદિર જૂનાગઢ 22 કિમી છે,(3). પરબધામ 24 કિમી છે