આપણા હિંદુ ધર્મ માં ઘણા વ્રત કરવામાં આવે છે. હિંદૂ શાસ્ત્ર અનુસાર દિવસની શરૂઆત સૂર્યને જળ ચડાવી અને તેની આરાધના કરીને કરવી જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખી લોકો સૂર્યદેવની આરાધના કરે પણ છે. સૂર્યદેવની આરાધના કરવાથી રોગ, શોક દૂર થાય છે. ભારતમાં સૂર્યોપાસના ઋગવેદ કાળથી કરવામાં આવે છે. સૂર્ય ઉપાસના અને તેનાથી થતાં લાભનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણ, ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ વગેરેમાં પણ કરવામાં આવી છે.
છઠ્ઠ પૂજાનું હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ રહેલું છે. આ દિવસે ખાસ સૂર્ય પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણએ પુત્ર સામ્બને કુષ્ઠ રોગથી મુક્તિ અપાવવા ભગવાન સૂર્યની પૂજા અર્ચના કરી હતી. આ એક માત્ર એવો દિવસ જેમાં આપણે ત્યાં આથમતા સૂર્યની પૂજા કરવામાં આવે છે.
સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે, તેમના દર્શન દરેક વ્યક્તિ કરી શકે છે. સૂર્ય ઊર્જાના મુખ્ય સ્ત્રોત પણ છે. તેથી જ તેમને જળ ચડાવી અને તેમની પૂજા કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. પરંતુ આ સામાન્ય લાગતી પૂજામાં જો ભૂલ કરવામાં આવે તો સૂર્યદેવ સકારાત્મક પરીણામ આપવાને બદલે નકારાત્મક પરીણામ આપે છે.
સૂર્યકૃપા વ્યક્તિને જમીન પરથી આકાશ સુધી પહોંચાડી શકે છે. જેના પર સૂર્યદેવની કૃપાદ્રષ્ટિ હોય તે વ્યક્તિને સમાજમાં માન-સન્માન તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેના પરીવારમાં ક્લેશ રહેતો નથી, તેમજ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. તો જાણી લો સૂર્યને જળ ચડાવવા માટે કયા કયા નિયમોને ધ્યાનમાં રાખવા જરૂરી છે.
શુભ મુહૂર્તમાં સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરી લેવા. સૂર્ય આથમવા લાગે અને સહેજ લાલાશ ધરાવતું તેજ હોય ત્યારે તેમના દર્શન કરવા અને અર્ધ્ય દેવાથી જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. અર્ધ્ય ચડાવતી વખતે બંને હાથ માથાથી ઉપર રાખવા જોઈએ. મનોકામના પૂર્તિ માટે
‘ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा ‘
આ મંત્રનો જાપ કરવો અને ત્રણ પરીક્રમા કરવી.