બાળકો માટે કોરોના વેક્સિન ઉનાળાના અંત સુધી આવી શકે છે. આ વેક્સિન બનાવવામાં લાગેલી કંપનીઓએ પરીક્ષણનો શરૂઆતી ડેટા જુન જૂલાઈ સુધી આવવાની ઉમ્મીદ વ્યક્ત કરી છે. માનવામાં આવે છે કે ડેટા ઉપલબ્ધ થતાં જ કંપનીઓ સરકાર પાસેથી વેક્સિનના ઉપયોગ માટે અરજી કરશે.
આ સંક્રમણને રોકવા માટે બાળકોને વેક્સિન આપવી ખૂબ જ જરૂરી છે. આ અગાઉ પણ અમુક કંપનીઓએ અમેરિકા અને કેનેડામાં બે થી ૧૮ વર્ષના બાળકો માટે વેક્સિન બનાવી છે . હવે ભારતમાં પણ આ વખતે ચીનના ક્લિનિકલ ટ્રાયલ ને મંજૂરી મળી ગઈ છે. ભારત બાયોટેક એ આ માટે અરજી કરી હતી . તેઓ 525 બાળકો ઉપર રસીની પરખ કરશે.
સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી SEC એ મંગળવારે હૈદરાબાદની ભારત બાયોટેકનાં પ્રસ્તાવ પર ચર્ચા કરી. આ કમિટીએ 2 થી 18 વર્ષનાં બાળકોની વેક્સિનનાં ટ્રાયલ કરવાની મંજૂરી માંગી છે. ટ્રાયલ માટે કોવેક્સિનનો જ ઉપયોગ થશે કારણકે 24 ફેબ્રુઆરીએ SECની બેઠકમાં નક્કી થયા મુજબ બધા જ પ્રોટોકોલ જાળવવા પડશે.
ભારત બાયોટેક ટૂંક સમયમાં જ 2-18 આયુવર્ગ માટે માટે વેક્સીન ટ્રાયલ શરૂ કરી શકે છે. મંગળવારે એક્સપર્ટ પેનલે આ વર્ગના લોકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનના બીજા/ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલ કરવાની ભલામણ કરી છે.
અત્રે નોંધપાત્ર છે કે જો ત્રીજી રહેલ નું સંક્રમણ વધ્યું તો તે બાળકોમાં વધુ જોવા મળશે તેવો વૈજ્ઞાનિકોનો દાવો કરી રહ્યા છે
ખાસ વાત અ છે ફાર્મા કંપનીએ થોડા સમય પહેલા જ આ ટ્રાયલ્સ માટે મંજૂરી માંગી હતી. હાલ એક્સપર્ટ્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે.