ભારતમાં પૂજાતા કાળી માતા નો ચમત્કાર ચીની લોકો પણ માને છે, તેમના દ્વારા એક મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે અને એ મંદિર ચાઈનીઝ કાળી મંદિરના નામ થી ઓળખાય છે. આ મંદિર કલકત્તા ના ટંગરામાં આવેલ છે. આ મંદિર બ્રિટીશ શાસન ના સમય થી છે. આ જગ્યા ને ચાઈના ટાઉન ના નામથી પણ ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો જણાવે છે કે આ મંદિર બનવા પાછળ ચીનના લોકોનો હાથ છે.
અંગ્રેજોના સમય દરમિયાન ઘણા બધા ચીની વ્યાપારીઓ પોતાના પરિવાર સાથે આ જગ્યા પર રહેતા હતા. તેમની સાથે ઘણા હિંદુ પરિવાર પણ રહેતા હતા. હિંદુ ભક્તો એ સમયે એક વૃક્ષ નીચે કાળી માં ની પ્રતિમાને રાખી તેની પૂજા કરતા હતા. એક વાર એક ચીની પરિવારનું એક બાળક ખુબજ બીમાર પડી ગયું હતું. અને ડોક્ટરોના ઈલાજ કરવા છતાં તેને સારું નહોતું થઇ રહ્યું. ત્યારે એ ચીની પરિવારે માં કાળી ને વિનંતી કરી. માં કાળી ની કૃપા થી એ બાળક પૂરી રીતે સારું થઇ ગયું હતું. ચીની પરિવારમાં માં કાળી પ્રત્યે ખુબજ આસ્થા વધી ગઈ. અને તેમણે માં નો આભાર વ્યક્ત કરવા હી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
મંદિરમાં હિંદુઓ ની સાથે ચીની ભક્તો : આ મંદિરમાં ભારત ના કાળી માં ના ભક્તો ઉપરાંત ચીન થી પણ ઘણા લોકો અ મંદિરમાં દર્શન કરવા અને પોતાની મનોકામના ની પુરતી માટે પ્રાર્થના કરવા માટે અહી આવે છે. મંદિરમાં આજે હિંદુ લોકોની ઉપરાંત અહી રહેતા ચીનના લોકો તો પૂજા કરે જ છે સાથે સાથે ચીન થી પણ લોકો અહી માતા ના દર્શન કરવા માટે આવે છે.
મંદિરનો વિશેષ પ્રસાદ : આ મંદિરમાં પ્રસાદ ના રૂપ માં ચાઈનીઝ ફૂડ નો ભોગ લગાવામાં આવે છે. મંદિરમાં મુકેલી માતાજીની પ્રતિમાને નુડલ્સ, મોમોઝ, ભાત વગેરે અર્પિત કરવામાં આવે છે. અને પછી ભક્તોને પણ એ જ પ્રસાદ વહેચવામાં આવે છે.