પં. શંકર પુજારી એ જણાવ્યું માઘ માસ ની ચતુર્થી પર ચિંતામન ગણેશ મંદિર માં તલ મહોત્સવ ની પરંપરા છે. તલ ચતુર્થી પર ગુરુવારે ચિંતામન ગણેશ મંદિર માં તલ મહોત્સવ થાય છે. આ દરમિયાન ભગવાન ને સવા લાખ તલ ના લાડુનો ભોગ ચઢાવવામાં આવે. ભક્તો ને ભગવાન ના છપ્પન ભોગ મનોરથ ના દર્શન થાય. અને શ્રદ્ધાળુઓ ને મહાપ્રસાદનું વિતરણ થાય છે.
પં. શંકર પુજારી એ જણાવ્યું હતું કે ચતુર્થી પર ચિંતામન ગણેશ મંદિર માં તલ મહોત્સવ ની પરંપરા છે. સવારે પાંચ વાગે બ્રહ્મ મુર્હત માં ભગવાન ચિંતામન ગણેશનું પંચામૃત અભિષેક કર્યા બાદ નવા શ્રંગાર કરી લાડુનો ભોગ ચઢાવવામાં આવે છે. એના પછી દર્શન ચાલુ થાય સવારે આઠ વાગે ભગવાનનું પૂર્ણ સ્વરૂપ માં શ્રંગાર કરી તલથી બનેલા છપ્પન પકવાનનો ભોગ ચઢાવવીને આરતી કરવામાં આવે. મહોત્સવને લઈને મંદિરમાં તૈયારી કરવામાં આવે છે.
મંદિર પરિસરને ઉપવનનું રૂપ આપવામાં આવે. શિખર પર આકર્ષક વિદ્યુત ધજા હોય. મંદિરની પાસે પુષ્પ અને પરિક્રમા પથ પર ચુંદડી પાથરેલી હોય છે. દુર દુરથી ભક્ત ચિંતામન ગણેશના દર્શન માટે આવે. માઘી ચતુર્થી પર ચિંતામનની સાથે મંછામન ગણેશ, બડા ગણેશ, અવિઘ્ન વિનાયક સહીત અન્ય ગણપતિ મંદિરો પણ અલગ અલગ આયોજન થાય છે. બડા ગણેશની સ્થાપનાના વર્ષ ૧૧૨ થયા.
તલ ચતુર્થી પર બડા ગણેશની સ્થાપનાના ૧૧૨ વર્ષ પુરા થયા. જ્યોતિર્વિદ પં.આનંદશંકર વ્યાસ એ જણાવ્યું પં.બાળ ગંગાધર તિલકના ગણેશોત્સવ થી પ્રભાવિત થઈને એના દાદાજી નારાયણ વ્યાસ એ માઘ માસ ની તલ ચતુર્થી પર સન ૧૯૦૮ માં બડા ગણેશ ની સ્થાપના કરી હતી. સ્વતંત્રતા પ્રાપ્તિ માટે અહિયાં ૪૦ વર્ષ સુધી સતત અનુષ્ઠાન ચાલ્યું. આજે પણ ભારતીય ગણતંત્ર ની રક્ષા તથા દેશ ની સુખ સમૃદ્ધિ માટે ભગવાન ગણપતિ ની પૂજા અર્ચના કરવામાં આવે છે.