ચિતા નું ઉપર બનેલું છે આ મંદિર, જાણો એની વિશેષતા.

હિન્દુસ્તાન એક એવો દેશ છે, જ્યાં કંઈ પણ અસંભવ નથી. અહિયાં ના ઘણા મંદિરો અજબ-ગજબ નિયમો ને લઈને વિશ્વભર માં પ્રસિદ્ધ છે તો ઘણા મંદિરો સ્થાન/જગ્યા ને લઈને પ્રસિદ્ધ છે. આજે અમે તમને એવા મંદિર વિશે જણાવશું, જે સ્થાન અને જગ્યા ને લઈને પ્રસિદ્ધ છે. હકીકતમાં જે મંદિર વિશે અમે કહેવા જઈ રહ્યા છીએ એના વિશે કહેવામાં આવે છે કે તે ચિતા ની ઉપર બનાવેલું છે. આ મંદિર ને શ્યામા માઈ ના મંદિર ના નામ થી ઓળખવામાં આવે છે. આ મંદિર બિહાર ના દરભંગા જીલ્લા માં છે.

કહેવામાં આવે છે કે અહિયાં માં કાળી નું મંદિર ચિતા ની ઉપર બનેલું છે. આ મંદિર માં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. આ મંદિર માં બધા માંગલિક કાર્ય પણ થાય છે. કહેવામાં આવે છે કે શ્યામા માઈ નું મંદિર સ્મશાન ઘાટ માં મહારાજા રામેશ્વર સિંહ ની ચિતા ઉપર બનેલું છે. માનવામાં આવે છે કે મહારાજા રામેશ્વર સિંહ દરભંગા રાજ પરિવાર ના સાધક રાજાઓ માં એક હતા. સ્થાનીય જણાવે છે કે રાજા ના નામ ના કારણે આ મંદિર નું નામ રામેશ્વરી શ્યામા માઈ પડ્યું. દરભંગા ના રાજા કામેશ્વર સિંહ એ ૧૯૩૩ માં આ મંદિર ની સ્થાપના કરી હતી.

આ મંદિર ના ગર્ભ ગૃહ માં કાળી ની વિશાળ પ્રતિમા છે. આ પ્રતિમા ની જમણી બાજુ મહાકાલ, ડાબી બાજુ ગણેશજી અને બટુક ભૈરવ દેવ ની પ્રતિમા છે. અહિયાં પર માં કાળી ની પૂજા વૈદિક અને તાંત્રિક બંને વિધિઓ થી કરવામાં આવે છે. મંદિરમાં થવાવાળી આરતી નું વિશેષ મહત્વ છે.

હિંદુ ધર્મ ગ્રંથો ની અનુસાર માનવામાં આવે છે કે વિવાહ ના એક વર્ષ સુધી નવવિવાહિત જોડી ને સ્મશાન ઘાટ જવું ન જોઈએ. પરંતુ સ્મશાન ભૂમિ માં બનેલા આ મંદિર ,અ નવવિવાહિત જોડી શ્યામા માઈ થી આશીર્વાદ લેવા આવે છે. સાથે જ આ મંદિર પરિસર માં વિવાહ પણ સંપન્ન કરાવવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer