કચ્છમાં મુખ્યમંત્રી છેતરાયા; CMની ડ્રેગન ફ્રૂટથી તુલા કરી, કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ બોક્સ ખોલ્યા તો કેળાં નીકળ્યા, સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ…

કચ્છ જિલ્લામાં સપ્તાહ દરમિયાન બીજી વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવીને કચ્છ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવી ચૂક્યા છે. ત્યારે બુધવારે ભુજ ખાતે કચ્છ ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીની હજારોની મેદની સામે જાહેર મંચ પર કીમતી ડ્રેગન ફ્રૂટ દ્વારા તુલા પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓ અને મુખ્ય આયોજકો સહિત ના રાજકારણીઓ આસપાસ ઊભા રહી હસતા ચહેરે ફોટો પણ પડાવતાં હતા, પરંતુ કાર્યક્રમ પૂરો થયા બાદ મંચ પાસે રાખેલા ડ્રેગન ફ્રૂટનાં બોક્સ હોંશે હોંશે ખોલતાં એમાંથી કીમતી ડ્રેગન ફ્રૂટને બદલે સસ્તા ભાવનાં કેળાં નીકળ્યાં હતાં, જેના વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ પણ થયો છે

કચ્છ ભાજપ આયોજિત મુખ્યમંત્રીના સ્નેહમિલન કાર્યક્રમમાં શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડ્રેગન ફ્રૂટ દ્વારા તુલા વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ રૂ. 100ના નંગ ના ભાવે વેચાતા કમલમ ફ્રૂટના સ્થાને ઉપરના એક બોક્સ સિવાયનાં અન્ય બોક્સમાંથી ફકત કેળાં જ નીકળ્યાં હતાં,

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં ખુદ મુખ્યમંત્રી સાથે આ રીતની છેતરપિંડી થતી હોય તો આમ પ્રજાનું શું કેવું , એવા પ્રશ્નો ઊભા થયા હતાં. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં દરેક આયોજનની ઝીણવટથી તપાસ થતી હોય છે.

મીડિયાકર્મીઓના કેમરા બેગ સાથે સાથે અન્ય સામાન પણ તંત્ર દ્વારા ચેક કરાતો હોય ત્યારે ડ્રેગન ફ્રૂટના સ્થાને કેળાં આવી જવા પણ મોટી બેદરકારી ગણી શકાય. આ અંગે ભાજપ આગેવાનો એ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer