ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉત્તરોતર ઘટાડો થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ રાજ્યમાં જે મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિ હતી એ હવે સામાન્ય બની રહી છે. હોસ્પિટલમાં બેડથી લઈને દવાઓ, ઈન્જેક્શન અને સારવારની સમસ્યા એકદમ ઘટી ગઈ છે.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસના આંકડાઓની ગતિમાં ઘટાડો જોવાં મળ્યો છે. ગઇકાલે રાજ્યમાં 4251કેસ સામે આવ્યા હતા જ્યારે આજે આઓચર કેસ સામે આવ્યા છે. અગાઉ આ જ મહિનામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે.
મોટા ભાગના રોગચાળા સામાન્ય રીતે ઘંટીના આકારના વક્રમાં વધે અને ઘટે છે. ભારત પણ તેમાં અપવાદ નથી. આ ઉપરાંત ગીચ વસતી ધરાવતાં શહેરોમાં 65 વર્ષથી વધુ વયના લોકોમાં કેસ અને મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું છે.
અગ્રણી વાઇરોલૉજિસ્ટ ડો. શાહીદ ઝમીદ કહે છે કે ભારતમાં કેસની સંખ્યા ઘટી તેમાં કંઈ અસામાન્ય નથી. અહીં કોઈ ચમત્કાર નથી થયો.
અમદાવાદ કોર્પોરેશન 803, વડોદરા કોર્પોરેશન 367, સુરત કોર્પોરેશન 269, રાજકોટ કોર્પોરેશન 175, વડોદરા 172, સુરત 171, ભાવનગર કોર્પોરેશન 136, જામનગર કોર્પોરેશન 123, પંચમહાલ 120, આણંદ 116, રાજકોટ 112, કચ્છ 103, જુનાગઢ કોર્પોરેશન 92, મહેસાણા 92, ભરૂચ 91, બનાસકાંઠા 89, ભાવનગર 88, પોરબંદર 83, ખેડા 81,
સાબરકાંઠા 81, મહીસાગર 78, દાહોદ 76, દેવભૂમિ દ્વારકા 71, જામનગર 63, નવસારી 60, જુનાગઢ 57, અમરેલી 54, ગાંધીનગર 54, અરવલ્લી 51, નર્મદા 50, પાટણ 48, વલસાડ 47, ગાંધીનગર કોર્પોરેશન 45, ગીર સોમનાથ 41, અમદાવાદ 28, મોરબી 23, છોટા ઉદેપુર 11, સુરેન્દ્રનગર 11, તાપી 9, ડાંગ 7, બોટાદ 3 કેસ નોંધાયા છે.