ભારતમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે અને આ લહેરે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આચાર્ય ચકિત કરી દીધા છે. કોરોના ની બીજી રહે ને લીધે લોકોમાં ભયનો માહોલ છે.તો ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા 30 લાખને પાર થઈ ચૂકી છે.
આ લહેર ફક્ત શહેર પૂરતી સીમિત ન રહી હવે ગામડાઓમાં પણ પ્રસરવા માંડી છે. ગામડાઓનું મૃત્યુદર પણ હવે ધીમે ધીમે ઉચો થતો જાય છે. ત્યારે હવે રસીકરણ ખૂબ જ જરૂરી પગલું માનવામાં આવી રહ્યું છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર હવે કોવિડ વેક્સિનની ગાઈડ લાઈન માં પણ ફેરફારો થયા છે. જે વ્યક્તિએ કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધા હશે તેને ૪૨ દિવસ બાદ જ બીજો ડોઝ મળી શકશે. ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ લોકોને રસી મળે તે માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને સ્થાનિક પાર્ટીઓ પણ કામગીરી કરી રહી છે. તેમ છતાં લોકોને પહેલા અને બીજા ડોઝ વચ્ચે આ સમયગાળાનો ખ્યાલ ન હોવાથી દરેક વ્યક્તિને કોવીડ સેન્ટર ઉપર અંધાધૂંધી સર્જાઈ રહી છે.
કોરોનાના આ અતિ ભયાનક સમયમાં સુરક્ષિત રહેવા માટે માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ, સેનિટાઈઝેશન ઉપરાંત વધુ એક રસ્તો રસી લેવાનો છે. 18 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ તો કરવામાં આવ્યુ છે, પરંતુ રસીના અભાવને લીધે, રસી લેવા માંગતા યુવાનોને આ અંગે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકો રસી લેવા માટે વેબસાઈટમાં સ્લોટ બુક કરવા માટે ઘણા કલાકો સુધી લેપટોપ કે મોબાઈલમાં કોવીનની સાઈટ ખોલીને બેઠા હોય છે. પરંતુ તેઓ સ્લોટ બુક કરાવે તે પહેલા તો સ્લોટ બુક થઈ જાય છે. આ સ્થિતિમાં સૌ કોઈને, રસી માટેનો સ્લોટ બુક કરાવવો એ રેલ્વેની તત્કાળ ટિકિટ બુકિંગ પ્રથાની યાદ અપાવે છે.