આ કારણથી દરેક કાર્યમાં ડાબી બાજુ રહે છે મહિલાઓ, જાણો એ કારણ વિશે

દરેક લોકોએ કોઈ ને કોઈ ના લગ્ન થતા જોયા જ હશે, એવામાં જો વાત કરીએ હિંદુ શાસ્ત્ર ની તો તે મુજબ લગ્નની વિધિ થી લઈને શુભ કાર્યમાં છોકરો અને છોકરી બેસે ત્યારે છોકરી હંમેશા છોકરાની ડાબી બાજુ જ બેસતી હોય છે. પરંતુ શું કોઈએ વિચાર્યું છે કે આવું શા માટે? નહિ તો ચાલો જોઈએ તેણી પાછળનું શું કારણ હોય છે તેના વિશે.

  1. કહેવાય છે કે હિંદુ ધર્મમાં પત્નીને વાનગી માનવામાં આવે છે અને તેથી લગ્ન થી લઈને અન્ય શુભ કાર્યોમાં પત્ની પતિની ડાબી બાજુ જ રહે છે.
  2. કહેવાય છે કે પુરાણો અનુસાર સ્ત્રીઓનો ડાબો ભાગ શુભ હોય છે, કારણ કે તેમાં દેવી માં નો વાસ હોય છે.
  • દરેક લોકો જાણતા જ હશે કે હસ્ત શાસ્ત્રમાં છોકરાનો જમણો અને છોકરીનો ડાબો હાથ જોવામાં આવે છે. કારણકે એવું માનવામાં આવે છે કે શરીરમાં માથાનો ડાબો ભાગ તેની રચનાત્મકતા તેમજ જમણો ભાગ કર્મનું પ્રતિક હોય છે.
  • પુરાણોનું માનીએ તો મહિલાઓ પોતાના દિલથી વિચારે છે. અને ક્રિયાશીલ હોય છે અને તેથીજ તેમનું ડાબું અંગ મહત્વનું હોય છે. વાત કરીએ છોકરાઓ ની તો તેઓ દિમાગ થી કામ કરતા હોય છે. તેથી તેમનો જમણો મભ મહત્વનો હોય છે.
  • કહેવાય છે કે મહિલાને પ્રેમ અને મમતાની મુરત માનવામાં આવે છે, અને તેમનામાં રચનાત્મકતા નાનપણથી જ હોય છે તેથી પત્નીનું ડાબી બાજુ હોવું શુભ માનવામાં આવે છે. અને તે પુરુષની ડાબી બાજુ હોવાથી કાર્યમાં પણ બધું શુભ થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer