હવે અમદાવાદના લોકોને પણ દિલ્હીના પ્રખ્યાત દહી ભલ્લાની મજા માણી શકશે. મૂળ પાટણના આઇટી એન્જિનિયરે નારણપુરા વિસ્તારમાં એકદમ ટેસ્ટી દહીં ભલ્લાની લારી શરૂ કરી છે. અહીં સ્વાદિષ્ટ દહીં ભલ્લા ખાવા માટે લોકોની લાંબી લાઈન લાગે છે. એટલું જ નહીં, અભિનેતા વરુણ ધવન અને કાર્તિક આર્યનએ વ્રજ પટેલને શુભેચ્છા પાઠવી છે અને અહીં આવીને દહી ભલ્લા ખાવાનું વચન આપ્યું છે. ખાસ વાત એ છે કે વ્રજ પટેલ સાંજે 4 વાગ્યે લારી શરૂ કરે છે અને સાંજે 7 થી 8 વાગ્યા સુધી દહીં ભલેની 80 થી વધુ વિવિધ પ્લેટો વેચે છે, જેનાથી તેમને દરરોજ 4,000 રૂપિયાની કમાણી થાય છે.
પિતાના કહેવાથી એન્જીનીયરીંગ કર્યા બાદ યુટ્યુબ પર દહી ભલ્લાની રેસીપી સર્ચ કરી
વ્રજ પટેલે જણાવ્યું હતું કે, ‘હું પાટણના રણોજ ગામનો રહેવાસી છું. મને શરૂઆતથી જ આઈટીમાં રસ ઓછો હતો, પણ મારા પિતાના કહેવાથી હું ભણ્યો. મને લાગ્યું કે હું કંઈક અલગ કરવા માંગુ છું. હું આજથી છ મહિના પહેલા અમદાવાદ આવ્યો હતો. બે અઠવાડિયા પહેલા મારા જન્મદિવસેમેં નારણપુરા વિસ્તારમાં વડાપાંઉ વેચવાનું શરૂ કર્યું હતું. પરંતુ સમયની અછતને કારણે બંધ થયો હતો. તે પછી મેં થોડું સર્ચ કર્યું, જેમાં મને youtube પર દહીં ભલ્લાની રેસીપી મળી, જે અમદાવાદમાં બહુ ઓછી જગ્યાએ ઉપલબ્ધ છે, તેથી 21-6-2022 ના રોજ મેં નારણપુરા વિસ્તારમાં દહીં ભલ્લાની ટ્રક શરૂ કરી.
આ વિશે વાત કરતાં વ્રજ પટેલે કહ્યું, “મેં વરુણ ધવન અને કાર્તિક આર્યનને મારી જર્ની અને સ્ટાર્ટઅપ વિશે સોશિયલ મીડિયા પર જણાવ્યું, જેનો બંનેએ જવાબ આપ્યો અને મને શુભેચ્છા પાઠવી, સાથે જ મારા હાથે બનાવેલા દહીં ભલ્લા ખાવાનું વચન પણ આપ્યું હતું…