દાળ અને ભાત ભારતની પ્રખ્યાત વાનગીઓમાંથી એક છે. ભારતના ખાસ કરીને ભાગમાં દાળ-ભાતને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેને બનાવવા ખૂબ સહેલા હોય છે અને સમય પણ ઓછો લાગે છે. પરંતુ કેટલાક લોકો તેને બોરિંગ ખાવાનું પણ માને છે. પરંતુ દાળ-ભાતને સૌથી બેસ્ટ આહાર કહેવામાં આવ્યું છે. એક રિસર્ચ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
દુનિયાભરના વૈજ્ઞાનિકોએ પહેલી વખત માન્યું કે દાળ-ભાત અનેક પ્રકારની આનુવંશિક બીમારીઓથી (genetic disorders) લડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. જોકે, જર્મનીની લ્યૂબેક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ દરમિયાન આ અંગે માલૂમ કર્યું કે દાળ-ભાત જેનેટિક ડિસઓર્ડરને દૂર કરવામાં મદદ કરે છે. આ રિસર્ચમાં યુનિવર્સિટીના પ્રોફેસર રોલ્ફ લુડવિઝના નેતૃત્વમાં ત્રણ વૈજ્ઞાનિક જેમા રશિયાના ડૉ. વોરોવયે, ઇઝરાયલની ડો. તાન્યા શેજિન અને ભારતની ડો. યાસ્કા ગુપ્તા સામેલ છે. શોધકર્તાઓ અનુસાર આ માલૂમ પડ્યું કે માત્ર DNAમાં ગડબડીના કારણે આનુવંશિક બીમારીઓ (genetic disorders) થતી નથી પરંતુ વ્યક્તિનો આહાર પણ મુખ્ય કારણ છે.
આ રિસર્ચ 2 વર્ષ સુધી ઉંદર પર કરવામાં આવ્યો હતો . જે લ્યૂપસ નામની બીમારીથી પીડિત હતા. આ શોધમાં માલૂમ પડ્યું કે લ્યૂપસ નામના ઑટોઇમ્યુન (autoimmune) બીમારી છે. જેનો સીધો સંબંધ DNAથી જોડાયેલો હોય છે ઓટો ઇમ્યૂન બીમારીમાં શરીર અનેક બીમારીઓની ચપટમાં આવી જાય છે. આ શરીરના કોઇપણ અંગમાં થઇ શકે છે. જેમ કે, કિડની, ફેફસા, મગજ અને બ્લડ સેલ્સ સહિતમાં.
શોધ દરમિયાન ઉંદરના એક સમૂહને હાઇ કેલરી જેવા બર્ગર, પિઝા અને બીજા સમૂહને લો કેલરી વાળા જેવા કે સ્ટાર્ચ, સોયાબીન તેલ, દાળ-ભાત અને શાકભાજી આપવામાં આવ્યા. જેનાથી ખબર પડી કે પશ્ચિમી દેશોમાં ખાવામાં આવતા હાઇ કેલરી ફૂડથી ભારતીય ઉપ મહાદ્રીપમાં ખાવામાં આવનાર દાળ-ભાત આનુવંશિક બીમારીઓને પણ ટક્કર આપે છે. દાળ-ભાત કે શાકભાજીમાં ખાસ કરીને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે જે આ બીમારીથી લડે છે. હળદરને પ્રાચની કાળથી જ ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમા રહેલા ઔષધીય ગુણોના કારણે તે અનેક બીમારીઓની દવાનું કામ કરે છે.
દાળમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમા વિટામીન એ, બી 12, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, ફોસ્ફરસ અને અનેક પ્રકારના પોષક તત્વ રહેલા છે. દાળને ભાત સાથે ખાવાથી પૂરેપૂરુ પ્રોટીન મળે છે. દાળમાં અનેક પ્રકારના એમીનો એસિડ રહેલા હોય છે જેથી તેને ભાતની સાથે મિક્સ કરીને ખાવાથી શરીરને ફાયદો પહોંચે છે. આ બન્ને વસ્તુઓના સેવનથી ન માત્ર શરીર સ્વસ્થ રહે છે. પરંતુ આનુવંશિક બીમારીઓથી પણ બચી શકાય છે. વૈજ્ઞાનિકો અનુસાર પિઝા, બર્ગર, અને ફાસ્ટફૂડ ખાવાની જગ્યાએ દાળ-ભાત જેવા લો કેલરી ખાવાનું જ શરીરને સ્વસ્થ રાખે છે અને ગંભીર બીમારીઓથી બચાવે છે.
દાળભાતનું સેવન તમારા શરીરને વિવિધ પ્રકારના પ્રોટીન પુરવાર કરે છે દાળ અને ભાત ને બંને ભેળવીને ખાવાના કારણે તમારા શરીરને જરૂરી એવા બધા જ પ્રોટીન મળે છે, અને સાથે સાથે તેની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ પણ હોય છે જે તમને એનર્જીથી ભરપૂર રાખે છે. દાળ ભાત ની અંદર માત્ર પ્રોટીન જ નથી હોતું. પરંતુ સાથે સાથે તેની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર પણ હોય છે.
આ ફાઈબરનું સેવન તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને મજબૂત બનાવે છે. અને તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે. સાથે સાથે તે તમારા બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. દાળભાતની પોષ્ટિકતા વધારવા માટે અને તેનો સ્વાદ વધારવા માટે તમે દાળભાતની સાથે અનેક પ્રકારના સલાડ બનાવીને પણ આમ કરવાથી તમારા વજન ની અંદર પણ ઘટાડો થશે, અને સાથે સાથે તમારા શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો પણ મળી રહેશે.