ભગવાન શંકર ના ચિત્રો તેમજ પ્રતિમા માં તેને ચંદ્ર, ડમરું, ત્રિશુલ અને સર્પ ધારણ કરેલા દેખાડ્યા છે અને તેની જટાઓ થી ગંગા નિરંતર વહેતી રહે છે. આખરે ક્યાંથી પ્રાપ્ત થઇ ભોળાનાથને આ દરેક વસ્તુઓ ચાલો જાણીએ.
૧. ત્રિશુલ : આ સંસારમાં ઉપસ્થિત ૩ ગુણોના સૂચક છે જેને સતો, રજો અને તમો ગુણ કહેવામાં આવે છે. સમસ્ત સૃષ્ટિ આ ગુણો નું સંમિલન રૂપ છે. સંસારના સુચારી રૂપથી ચાલવા માટે તેના મધ્ય બની રહેવું જોઈએ.
ભોળાનાથ તેના સંતુલનને બનાવી રાખે છે. ૨. ડમરું :- સૃષ્ટિના આરંભથી બ્રહ્માજી એ માં સરસ્વતીને પ્રગટ કર્યા. દેવી સરસ્વતી એ પોતાની વિણા થી ધ્વની ઉત્પન્ન કરી પરંતુ એ ધ્વની પૂર્ણ ના હતી.
ત્યારે ભોળાનાથ તાંડવ કરી ૧૪ વાર દમૃનું સ્પંદન કર્યું. જેનાથી સંદિત પૂર્ણ થયું અને તાલ ણો જન્મ થયો હતો. ૩. ચંદ્રમાં :- પ્રજાપતિ દક્ષ ની ૨૭ પુત્રીઓ ના લગ્ન ચંદ્ર દેવ સાથે થયા હતા પરંતુ એ રોહિણી ને પ્રેમ કરતા હતા.
જયરે બાકીની પુત્રીઓ એ તેમના પિતા ને ફરિયાદ કરી તો તેણે ચંદ્ર ને શ્રાપ આપ્યો. આ શ્રાપ થી છુટકારો મેળવવા ચંદ્ર એ શિવજીની ઘોર તપસ્યા કરી તેથી પ્રસન્ન થઇ ભોળાનાથે તેને પોતાની જટા માં સ્થાન આપ્યું. અને તેઓ આ શ્રાપના પ્રકોપ માંથી હંમેશા માટે છૂટી ગયા.
૪. સર્પ :- ભોળાનાથ ગળા માં જે સાપને ધારણ કરે છે. એ સપનું નામ છે વાસુકી, વાસુકી એ મહાદેવની તપસ્યા કરી તમની પાસે થી આ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન ના દૌરા દરમિયાનન ભોળાનાથે વિષ ગ્રહણ કર્યું હતું. એ જ વિષ ના અંશ ને નાગો એ ચૂસી લીધું હતું