અરે વાહ: ગુજરાતમાં આ જગ્યા એ પોલીસ દંડ કરવાને બદલે મફતમાં પેટ્રોલ ભરી આપે છે…

ગુજરાતના શહેરોમાં વસ્તી વધતાંની સાથે જ ટ્રાફિકની સમસ્યા અને પ્રદુષણનો પ્રશ્ન ઉદભવ્યો છે. તો તંત્ર દ્વારા તે હળવો કરવાં વડોદરા પોલીસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અનોખા અભિયાન દ્વારા વધુમાં વધુ વાહનચાલકો ટ્રાફિકનાં નિયમો પાળે તે માટેનાં પગલા લેવામાં આવ્યા છે. સામાન્ય રીતે જ્યારે ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ પર ઉભા હોવ અને ટ્રાફિક પોલીસ આપની તરફ આવે એટલે દંડ કરશે તેવી બીકે થોડો ગભરાટ થતી હોય છે.

પરંતુ આપ વડોદરામાં હોવને આવું બને તો તમારે ડરવાનું નથી એમ કારણ કે, આજકાલ વડોદરામાં વાહનચાલક તરફ વધતી ટ્રાફિક પોલીસ તેને દંડ કરવા નહીં પણ ઉલટું તેને સન્માનિત કરવાં તેની પાસે પહોંચી રહી છે.

વડોદરા માં ટ્રાફિક પોલીસે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પ્રદુષણનો પ્રશ્ન ઉકેલવા એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે.. જેમાં પોલીસે વડોદરામાં ટ્રાફિકનાં નિયમોનું શિસ્તબદ્ધ પાલન કરતાં વાહનચાલકોને પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન વિતરણનું શરૂ કર્યું છે.

ટ્રાફિક નિયમ પાળતા વાહનચાલકોનો વડોદરા ટ્રાફિક પોલીસ આભાર માની તેમને 100 રૂ.નાં ફ્રી પેટ્રોલની કુપન ગિફ્ટ ઈનામમાં આપી રહી છે. જો કે, તે માટે જરૂરી છે કે, તમારી પાસે ગાડીનાં તમામ ડોક્યુમેન્ટ્સ હોવા ફરજિયાત છે.

સાથે જ વાહનચાલકે ક્યાંય કોઇ ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન ન કર્યું હોવું જોઇએ. ટુ વ્હીલર પર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ સૌથી જરૂરી નિયમ છે. ત્યારે જ આપને ‘ટ્રાફિક ચેમ્પિયન’ તરીકે સમ્માન કરશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer