બધાજ દુખોને દુર કરે છે દશા માતાનું આ વ્રત, જાણો પૂજાની વિધિ અને શુભ મુહુર્ત.

દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ઘણી વાર અચાનક ખુબજ કઠીન અને મુશ્કેલી ભરી પરિસ્થિતિઓ નો સામનો કરવો પડે છે. અને આવા પ્રતિકુળ સમયમાં વ્યક્તિના ધૈર્ય ની પરીક્ષા ભગવાન લેતા હોય છે. પોતાના ઘણા બધા પ્રયાસો પછી પણ જો વ્યક્તિ એવી પરિસ્થિતિ માંથી બહાર ના આવી શકે તો, તેણે એ કઠીન પરિસ્થિતિનો સામનો કરવાનો જ રહે છે.

અને છેલ્લે તે થાકીને અને હારિને ભગવાનની પાસે જાય છે. એવા જ કષ્ટો અને સંકટો તેમજ દુખો ને દુર કરનારું હોય છે આ દશા માતાનું વ્રત આ વ્રત જ વ્યક્તિની દશા અને દિશા ને સુધારે છે. પોતાની દશા અને દિશા સુધારવાના હેતુથી ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષ ની દશમ ના દિવસે દશા માતાનું આ વ્રત ખાસ અને વિશેષ રીતે કરવામાં આવે છે.  

તેમજ એવું પણ કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ આ વ્રત ને પૂરા ભક્તિ ભાવથી અને સાચા મનથી કરે છે તો એ વ્યક્તિના ઘર પરિવારમાં ક્યારેય પણ દુખ કે કોઈ પ્રકારનું સંકટ અથવા તો ગરીબી નથી આવતી અને જીવનમાં હંમેશા જ સુખ શાંતિ બની રહે છે.

તમને જણાવી દઈએ કે દશા માતા નું વ્રત કરનાર સુહાગણ સ્ત્રીઓ ને આ પવિત્ર અને શુભ મુહુર્ત માં કાચા સુતરના ૧૦ તાર માં ૧૦ ગાંઠ વાળવાની અને તેનાથી પીપળાની પૂજા અર્ચના કરવાની રહે છે તેમજ વિધિ વિધાનથી આ પૂજા કર્યા પછી વ્રત કરનાર સ્ત્રીઓ એ નળ દમયંતીની પૂરી કથા સાંભળવી. તેમજ આ કથા પૂર્ણ થાય એટલે મહિલાઓ પૂજિત દોરા ને પોતાના ગાળા માં પહેરી લેવો જોઈએ. અને પછી આ દોરો આખું વર્ષ પોતાના ગાળામાં રાખવાનો રહે છે. આવું કરવું ખુબજ શુભ અને ખુબજ લાભદાયી મન્વમાઅવે છે.

જાણો પૂજાનું શુભ મુહુર્ત:-

સવારે ૦૭: ૫૭ થી ૦૯ : ૨૯ સુધી

બપોરે ૦૨: ૦૭ થી ૦૩: ૨૯ સુધી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer