શું તમે જાણો છો સતી અનસુયાના પ્રતિક સમાન શ્રી દતાત્રેય ભગવાનની જયંતી શા માટે મનાવવામાં આવે છે?

મહાયોગેશ્વર શ્રી દતાત્રેયને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તે મહર્ષિ અત્રી અને અનસુયાના પુત્ર હતા અને તેનું અવતરણ માગશર માસની પૂર્ણિમાના પ્રદોષ કાળમાં થયુ હતું. આ વર્ષે પૂર્ણિમા માગશર પૂર્ણિમા પર દતાત્રેય જયંતી અને અન્નપુર્ણા જયંતી મનાવામાં આવી જે ૨૨ ડીસેમ્બર ૨૦૧૮ ના દિવસે હતી. કહે છે કે પરમ શક્તિશાળી વત્સલ શ્રી દતાત્રેય ભક્તોના સ્મરણ માત્રથી જ ભક્તો પાસે પહોચી જાય છે. તેથી તેને સ્મૃતિ ગામી કહેવામાં આવે છે.

દતાત્રેયની જન્મ કથા : ભગવાન વિષ્ણુના અવતાર દતાત્રેયના જન્મ વિશે કથા અનુસાર સતી અનસુયાના ગર્ભ માંથી બ્રહ્માજીના અંશ ચંદ્રમાં, વિષ્ણુજીના અંશ દતાત્રેય અને શિવજીના અંશ દુર્વાસા મુની એ જન્મ લીધો હતો, કહેવાય છે કે દેવી લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીજીને પોતાના સતીત્વ પર ખુબજ અભિમાન હતો. એક વાર નારદજી એ તેને કહ્યું કે વાસ્તવમાં અનસુયા બધાથી મહાન સતી છે. નારદજીની આ વાત ત્રણ માંથી કોઈનેના ગમી અને ત્રણેએ હઠ કરીને અનસુયાની પરીક્ષા લેવામાટે પોતાના પતિ બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશને મોકલ્યા. તે ત્રણે દેવ અત્રિના આશ્રમ પહોચ્યા અને સતી અનસુયાને ભોજન કરાવાનું કીધું. જયારે તે ભોજન પીરસવા લાગ્યાતો સાધુ રૂપી દેવોએ કહ્યું કે શુદ્ધતા માટે નિર્વસ્ત્ર થઇને ભોજન પીરસવામાં આવશે તો જ તે ભોજન ગ્રહણ કરશે. 

તેના પર માતા અનસુયાએ પોતાના સતીત્વના બળ પર જાણ્યું કે આ ત્રણે કોણ છે અને શા માટે આવ્યા છે અને તેને નાના બાળક બનાવી દીધા. ત્યાર બાદ માતા સ્વરૂપ તેની ઉદર પૂર્તિ કરાવી. ત્રણે બાળકો આશ્રમ માં આનંદથી રહેવા લાગ્યા. જયારે ઘણા દિવસો સુધી ત્રીદેવો પાછાના આવ્યા તો ત્રણે દેવીઓ ચિંતિત થઇ. તેણે મહર્ષિ અત્રીના આશ્રમમાં જઈને પૂરી વાત કરી અને માફી માંગી. ત્યારે અનસુયાએ કહ્યું કે ત્રણે બાળકોના રહેવાથી તેને સંતાનની કમી નથી લાગતી તે માટે તેણે કહ્યું કે તે મારા ગર્ભથી જન્મ લે.

ત્રણે દેવીઓએ તેને આવું થવા માટેનું વરદાન આપ્યું અને પ્રસન્ન થઇ અનસુયાએ તેને પોતાના અસલી રૂપમાં લાવી દીધા સમય આવ્યો ત્યારે સતી અનસુયાના ગર્ભ માંથી બ્રહ્માજીના રૂપમાં ચંદ્રમાં, વિષ્ણુના રૂપમાં દતાત્રેય અને શિવજીના રૂપમાં દુર્વાસા મુનીએ જન્મ લીધો. વિષ્ણુનો અવતાર દતાત્રેય ખુબ જ શાંત સ્વભાવના હતા. તેનું ધ્યાન શરૂઆતથી જ બ્રહ્માંડના કલ્યાણ અને બધા જીવોને પરમાત્માનો અંશ માનવામાં રહ્યો, તે પર્વતની ગુફામાં રહેતા હતા.  

Leave a reply:

Your email address will not be published.

Site Footer