જાણો શા માટે દયાભાભીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડ્યો હતો, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો…

ટીવી સિરિયલની દુનિયામાં દયાબેન નું નામ જ ખાલી કાફી છે. છેલ્લા કેટલાય વર્ષોથી દયાબેન નાના પડદા ઉપર લોકોના દિલમાં રાજ કરી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ મળતા પહેલા દિશા વાકાણી ગુજરાતી થિયેટર તેમજ હિન્દી ફિલ્મોમાં કામ કરતા હતા. પરંતુ દિશા વાકાણી ને તેની અસલી ઓળખતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ જ આપી છે.

પરંતુ હાલમાં દયાબેન સિરિયલમાં જોવા મળી રહ્યા નથી. છેલ્લા ચારથી પાંચ વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન ને બતાવવામાં આવ્યા નથી. સૂત્ર અનુસાર જાણવા મળ્યું છે કે દિશા વાકાણીએ આ શો છોડી દીધો છે. પરંતુ તેમના ફ્રેન્સ હજુ પણ તેમના આવવાની રાહ જોઈ રહ્યા છે. હજુ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકો દયાબેનને ખૂબ જ યાદ કરી રહ્યા છે.

મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે દિશા વાકાણીએ તેમના પતિ મયુર પંડ્યાને કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો શૉ છોડી દીધો છે. 2019 માં ખબર મળી હતી કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર દિશા વાકાણી ને પાછા લાવવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન દિશા વાકાણી ની જગ્યાએ તેમના પતિએ આશિત મોદી સાથે વાત કરી હતી. દિશા વાકાણી ના લગ્ન થયા બાદ જીવનના તમામ નિર્ણયો તેમના પતિ લઈ રહ્યા છે. જેના કારણે દિશા વાકાણી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર વચ્ચે ગલતફેમી ગઈ હતી

દિશા વાકાણી ના પતિએ શરત રાખી હતી કે દિશા માત્ર 15 દિવસ જ કામ કરશે. અને આ પંદર દિવસ માટે માત્ર ચાર કલાક માટે જ કામ કરશે. જેને કારણે આશિત મોદીને મયુરની આ વાત પસંદ આવી ન હતી. જેના કારણે આશિત મોદી અને દિશા વાકાણી ના સંબંધ બગડી ગયા હતા.

2017 થી દિશા વાકાણી મેટરનીટી લીવ ઉપર હતા. મેટરનીટી લીવ પૂર્ણ થયા બાદ પ્રોડ્યુસરએ તેમને પાછા લાવવા માટે ખૂબ જ કોશિશ કરી પરંતુ બધી જ કોશિશ નાકામયાબ ગઈ હતી. ત્યારબાદ કોરોનાની મહામારી શરૂ થઈ ગઈ હતી જેને લઈને શૂટિંગ પર ઘણા નિયંત્રણો અને કાયદા હતા. અમે ખૂબ જ કાળજીપૂર્વક શૂટિંગ કરી રહ્યા હતા, તેમ છતાં દિશા શૂટિંગમાં પરત ફરતા ડરી ગઈ હતી.દિશા વાકાણી હજુ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સો ને અલવિદા કીધો નથી તેની વચ્ચે ફેન્સને હજુ પણ વિશ્વાસ છે કે તે જલ્દીથી ફરી પાછી શોમાં નજર આવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer