જાણો દક્ષિણ ભારતના તમિલમાડુમાં આવેલ કાંચીપુરમ સ્થિત દેવારાજાસ્વામી મંદિરનો ચમત્કાર

ભારતની સંસ્કૃતિ ખુબજ અદ્ભુત છે. અહીં મંદિરોની પરંપરા છે તો ભગવાન અને ભક્તનો એક ખાસ નાતો છે. મંદિરોમાં દર્શન કરવા ભક્ત જ્યારે પુરી શ્રદ્ધા તેમજ વિશ્વાસની સાથે જાય ત્યારે ભગવાન પણ ભક્તને જોઈને પ્રસન્ન થઈ ઉઠે છે. ભારતમાં એવા કેટલાયે મંદિરો આવેલા છે જેમની સાથે ઐતિહાસિક કથાઓ જોડાયેલી છે, કેટલાયે એવા સ્થળ આવેલા છે જ્યાં અજીબોગરીબ કે જલ્દીથી માનવામાં ન આવે તેવી ઘટનાઓ સાથે જોડાયેલા મંદિરો આવેલા છે.

આજે આપણે એવા જ મંદિરની વાત કરીશું જે મંદિરમાં દર્શન કરવા ભક્તો એ એક બે કે 10થી 20 વર્ષ નહી પણ 40 વર્ષ સુધી રાહ જોવી પડે છે. જી, હા તમે સાચુ જ સાંભળ્યુ આ એક એવુ મંદિર જ્યાં ભગવાન વિષ્ણુના 40 વર્ષ બાદ દર્શન થાય છે.

આ મંદિર દક્ષિણ ભારતમાં તમિલમાડુમાં આવેલ છે. કાંચીપુરમ સ્થિત આ મંદિરનું નામ દેવારાજાસ્વામી મંદિર છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા અથિ વરદરાજાના રૂપે કરવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુની આ મૂર્તિની સ્થાપના ખુદ બ્રહ્માજીએ કરી હતી. પુરાણોમાં કાંચીપુરમનું નામ હસ્તગિરી દર્શાવવામાં આવ્યુ છે. આઓ જાણીએ મંદિર અંગે વિસ્તારથી.

છેલ્લે 1979માં થયા હતા દર્શન. આ મંદિરની ખાસ વાત એ છે કે ભગવાનની મૂર્તિને 40 વર્ષ પછી ફક્ત 48 દિવસ માટે દર્શન આપે છે. જેમાં 40 દિવસ અથિ વરદરાજાની પ્રતિમા શયનમુદ્રામાં રહે છે અને 8 દિવસ પ્રતિમાને ઉભી કરી દેવામાં આવે છે, જ્યારે પ્રતિમાને જળની બહાર કાઢવામાં આવે છે ત્યારે 48 દિવસ સુધી આ ઉત્સવ મનાવવામાં આવે છે.
48 દિવસના ઉત્સવ પછી મૂર્તિને 40 વર્ષ સુધી મંદિરના પવિત્ર અનંત તળાવમાં જળમગ્ન કરી દેવામાં આવે છે. કોઈ પણ મનુષ્ય પોતાના જીવનકાળમાં ફક્ત બે જ વખત આ મૂર્તિના દર્શન કરી શકે છે. આ વખતે 3 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી આ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ફક્ત ઉત્સવ હોય ત્યારે જ મંદિરને સજાવવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer