एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥
માં દુર્ગાની સાતમી શક્તિ કાલરાત્રીના નામથી ઓળખાય છે, અને તેમના શરીરનો રંગ કાળો છે. નામથી જ ખબર પડે કે તેમનું રૂપ ભયંક છે, માથાના વાળ વિખાયેલા છે. ગાળામાં માળા છે, અંધકારમય સ્થિતિનો વિનાશ કરનારી શક્તિ છે કાલરાત્રી. આ દેવી ને ત્રણ નેત્ર છે, આ ત્રણ નેત્ર બ્રહ્માંડ સમાન ગોળ છે. તેના સ્વાસ માંથી અગ્નિ નીકળે છે. તેમનુ વાહન ગધેડું છે. તે એક હાથથી ભક્તોને વરદાન આપે છે. અને બીજો હાથ અભય મુદ્રામાં છે. જેથી ભક્તો હંમેશા નિર્ભય અને નીડર રહે.
એક હાથમાં લોઢાનો કાટો અને બીજા હાથમાં ખડગ છે તેનું રૂપ ભલે ભયંકર હોય પરંતુ તે સદા શુભ ફળ આપનારી માં છે. તેથી તેને શુભમકરી કહેવાય છે. તેના સાક્ષાત્કારથી ભક્તો પુણ્યના ભાગીદાર બને છે.
કલરાત્રીની ઉપાસના કરવાથી બ્રહ્માંડની દરેક સિધ્ધિઓ ના દરવાજા ખુલી જાય છે. અને તમામ અસુરી શક્તિઓ તેના નામના ઉચ્ચારણથી જ ભયભીત થઇ જાય છે અને દુર ચાલ્યા જાય છે. તેથી દાનવ, દેત્ય, રાક્ષસ, અને ભૂત પ્રેત તેના સ્મરણ થી જ ભાગી જાય છે. આ ગ્રહ બાધાઓને પણ દુર કરે છે અને અગ્નિ, જળ, જંતુ, શત્રુ, અને રાત્રી ભય દુર થઇ જાય છે. તેમની કૃપાથી ભક્ત ભક્તો દરેક પ્રકારના ડર થી મુક્ત થઇ જાય છે.